GSTV
India News ટોપ સ્ટોરી

Parliament Winter Session/ CDS બિપિન રાવતનું હેલીકૉપ્ટર ક્રેશ, સંસદમાં નિવેદન આપશે રક્ષામંત્રી રાજનાથ સિંહ

સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે. 12 સાંસદોએ નીલંબન પર વિપક્ષ ધરણા પણ ચાલુ છે. ટીડીપીને છોડી, સમગ્ર વિપક્ષે કાર્યવાહીનો બહિષ્કાર કરી દીધો છે. લોકસભામાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જજ વેતન અને સેવા શરત સંશોધન બિલ 2021 પર ચર્ચા જારી રહેશે. સાથે જ બાંધ સુરક્ષા વિધેયક પર રાજ્યસભા તરફથી કરવામાં આવેલ સંશોધન પર વિચાર થશે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ તામિલનાડુમાં સીડીએસ બિપિન રાવત હેલીકૉપ્ટર ક્રેશ પર સંસદમાં જાણકારી આપશે. જણાવી દઈએ કે તમિલનાડુના કન્નુર પાસે ભારતીય વાયુસેનાનું એક હેલીકૉપ્ટર ક્રેશ થઈ ગયું. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS) જનરલ બિપિન રાવત સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સીડીએસ બિપિન રાવત પોતાની પત્ની મધુલિકા રાવત સાથે વેલિંગનમાં ડિફેન્સ સ્ટાફ કોલેજ જઈ રહ્યાં હતા. હેલીકૉપ્ટર માં 14 લોકો સવાર હતા. સૂત્રો મુજબ, 11 મૃતદેહ મળ્યા છે.

PM મોદીએ બોલાવી ઈમરજન્સી બેઠક

એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થતાં જ રક્ષામંત્રી રાજનાથ સિંહએ આ ઘટના અંગે વડાપ્રધાન મોદીને જાણકારી આપી છે. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. એવું કહેવાય છે કે, CDS બિપિન રાવતને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે.

દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ હતાં

બીજી તરફ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પીએમ મોદીને સમગ્ર ઘટના અંગે માહિતી આપી છે. મળતી માહિતી પ્રમાણે ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું. દુર્ઘટનામાં ઘાયલ થયેલા જવાનને નજીકના વેલિંગ્ટન બેઝમાં સારવાર માટે ખસેડાયા છે.

હેલિકોપ્ટર ક્રેશ થતા તેમા આગ લાગી હતી. જેથી 80 ટકા જેટલી સળગી રહેલી હાલતમાં મળી આવેલા બે લોકોને સારવાર માટે ખસેડાયા છે. સીડીએસ, બિપિન રાવત પોતના પત્ની મધુલીકા સાથે ઉટીના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતા. પરંતુ કન્નુરના જંગલમાં આ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું. જે હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું તે એમઆઈ-17V5 હતું. હેલિકોપ્ટરમાં લેફ્ટિન્ટ કર્નલ હરજિંદરસિંહ, એચએવી સત્પાલ, વિવેક કુમાર, જીતેન્દ્ર કુમાર સવાર હતાં.

જાણો કયા-કયા મુસાફરો હેલિકોપ્ટરમાં સવાર હતાં?

This image has an empty alt attribute; its file name is army-helicopter-crash-news.jpg

હેલિકોપ્ટમાં સવાર લોકોનું લિસ્ટ

જનરલ બિપિન રાવત 2. મધુલિકા રાવત 3. બ્રિગેડિયર એલએસ લિદ્દર 4. લે.ક.હરજિંદર સિંહ 5. નાયક ગુરુસેવક સિંહ 6. નાયક. જીતેન્દ્ર કુમાર 7. લાન્સ નાયક વિવેક કુમાર 8. લાન્સ નાયક બી.સાઈ તેજા 9. હવાલદાર સતપાલ

વાયુસેનાએ આપ્યાં તપાસના આદેશ

ભારતીય વાયુસેના (Indian Air Force) એ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘ઇન્ડિયન એર ફોર્સનું MI-17V5 હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુર પાસે દુર્ઘટનાનો શિકાર થયું છે. જેમાં CDS જનરલ બિપિન રાવત પણ સવાર હતાં. આ દુર્ઘટનાની સાચી હકીકત જાણવા ભારતીય વાયુસેનાએ તપાસ માટેના આદેશ આપ્યાં છે.

વધુમાં તમને જણાવી દઇએ કે, ‘CDS બિપિન રાવત પોતના પત્ની સાથે ઉટીના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતા. પરંતુ કન્નુરના જંગલમાં આ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું. જે હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું તે એમઆઈ સિરીઝનું હતું. મળતી માહિતી પ્રમાણે હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની, એક બ્રિગેડિયર રેંકનાઅધિકારી અને અન્ય એક અધિકારી અને પાયલટ પણ હાજર હતાં.’

Read Also

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ

Hardik Hingu

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV