GSTV
India News Trending

‘હર ઘર તિરંગા’ મુદ્દે રાજકારણ / RSSએ 52 વર્ષ સુધી મુખ્યાલય પર તિરંગો કેમ ફરકાવ્યો નહીં, કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

‘હર ઘર તિરંગા’ અભિયાનને મુદ્દે હવે નવુ રાજકારણ શરૂ થઈ ગયુ છે. વિપક્ષનો આરોપ છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે 52 વર્ષ સુધી પોતાના મુખ્યાલય પર તિરંગો કેમ ફરકાવ્યો નહીં. આ પ્રશ્નોનો જવાબ ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આપ્યો છે. તેમણે કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

તેમણે કહ્યુ, 2006 પહેલા બિન સરકારી સંસ્થાઓને પોતાના કાર્યાલયમાં ધ્વજ ફરકાવવાની અનુમતિ હતી જ નહીં. આ આરોપ બિલકુલ નિરાધાર છે કે 52 વર્ષ સુધી તિરંગો કેમ ફરકાવવામાં આવ્યો નહીં. તે કોંગ્રેસના જ સાંસદ છે જેમના કેસ લડ્યા બાદ સૌને અધિકાર મળ્યો.

બીજેપી પ્રવક્તાએ શ્રીનગરમાં 10 વર્ષ સુધી ધ્વજ ના ફરકાવવાની અનુમતિનો હવાલો આપતા કોંગ્રેસને ઘેરી અને કહ્યુ કે તમે તિરંગા સાથે જબરો ન્યાય કર્યો છે. આઝાદ હિન્દુસ્તાનમાં 1988થી 1998 સુધી દસ વર્ષ શ્રીનગરના લાલ ચોકમાં રાજ્યપાલ ધ્વજ ફરકાવી શકતા નહોતા.

1992માં બીજેપીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ મુરલી મનોહર જોશી ત્યાં ગયા તો તેમની ધરપકડ કરાઈ કે શ્રીનગરમાં ધ્વજ ફરકાવવા દેવાશે નહીં. જે બાદ વર્ષ 2012-13માં જ્યારે અનુરાગ ઠાકુર યુવા મોર્ચાના અધ્યક્ષ હતા ત્યારે સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, અનંત કુમારની ધરપકડ કરાઈ કે શ્રીનગરમાં ધ્વજ નહીં ફરકાવવા દઈએ.

તેમણે કહ્યુ તે કોંગ્રેસ જેને 1885માં બ્રિટિશ સરકારના સચિવ એલેન ઓક્ટોવિયમ હ્યુમ દ્વારા સ્થાપિત કરવામાં આવી અને 1937માં પહેલીવાર રાજ્યોમાં યુનિયન બેન્કની નીચે ઉભા રહીને બ્રિટિશ ક્રાઉન પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરતા સત્તા મેળવી. જે બાદ કેન્દ્રની વચગાળાની સત્તા મેળવી અને આઝાદીને લઈને વારંવાર અડચણો લાવી, આજે કહે છે કે સ્વતંત્રતા આંદોલનના પ્રતીક તે છે તો મારા હિસાબે રાહુલ ગાંધી જી ને ઈતિહાસનો મુદ્દો છેડીને ખોટુ કર્યુ છે.

ઉલ્લેખનીય છેકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી કહ્યુ કે ઈતિહાસ સાક્ષી છે, હર ઘર તિરંગા અભિયાન ચલાવનારા તે દેશદ્રોહી સંગઠનમાંથી નીકળ્યા છે, જેમણે 52 વર્ષ સુધી તિરંગો ફરકાવ્યો નહીં. આઝાદીની લડતથી આ કોંગ્રેસ પાર્ટીને ત્યારે પણ રોકી ના શક્યા અને આજે પણ નહીં રોકી શકે.

Read Also

Related posts

28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

Hemal Vegda

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

Binas Saiyed
GSTV