GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોંગ્રેસનાં નેતા શશિ થરૂરે કર્યો દાવો, હિંદુત્વનું રાજકારણ હિંદુધર્મ પર પ્રહાર છે

લેખક તેમજ નેતા શશિ થરૂરે દાવો કર્યો છેકે, હિન્દુત્વને રાજકીય રૂપે રજૂ કરવું બીજુ કશું નહી પરંતુ હિંદુ ધર્મ પર પ્રહાર છે. તેમણે એવું પણ કહ્યુકે, સહસ્ત્રાબ્દી પાસેથી વિશ્વ કલ્યાણની ઇચ્છા રાખતા આ ધર્મએ બાહ્ય હુમલાઓ સામે પોતાનો પ્રતિકાર દર્શાવ્યો હતો, પરંતુ તે હવે અંદરથી થયેલા હુમલાઓને કારણે તેની નબળાઇ બતાવી રહ્યો છે. ‘ધ હિન્દુ વે – એન ઇન્ટ્રોડકશન ટુ હિન્દુઈઝમ’ નામના નવા પુસ્તકમાં, તેમણે અદ્વૈત વેદાંત જેવા હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ દર્શનો ઉપર ઉંડાણપૂર્વક ચિંતન કર્યું છે જે ધર્મનો આધાર છે તેવી પ્રારંભિક ધારણાઓ તરફ ધ્યાન દોર્યું છે. આ પુસ્તક તેમની અગાઉની પુસ્તક ‘વાય આઇ એમ એ હિન્દુ’ ની શ્રેણીની સિક્વલ છે.

શશી થરૂરે પુસ્તકમાં લખ્યું છે કે, ‘હિન્દુ ધર્મને તેની નિખાલસતા, બીજાના વિચારોનું સન્માન કરવાનું અને વિશ્વાસોને સ્વીકાર કરવા માટે જાણીતો છે. આ એક એવો ધર્મ છે જે અન્ય ધર્મોનાં ભય વગર ઉભો છે. પરંતુ આ એ હિંદુત્વ નથી જેણે બાબરી મસ્જીદ તોડી, ન તો આ સાંપ્રદાયિક રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવેલાં દ્વેષપૂર્ણ ભાષણનું વમળ છે. અઢાર પુસ્તકો લખી ચૂકેલા થરુરે કહ્યું કે હિન્દુત્વનો આવો મત રજૂ કરવા માટે હિન્દુત્વ રાજકારણનો વિરોધ કરવો જોઇએ. આ અભિગમ તે દરેક વસ્તુનો વિરોધ કરે છે જેની તરફેણમાં સાર્વભૌમ ધર્મ છે.

READ ALSO

Related posts

કેજરીવાલે અનલોક-1માં અપાતી છૂટછાટનું કર્યુ એલાન, જાણો શું રહેશે ખુલ્લુ અને શું બંધ

Ankita Trada

મેડિકલ વર્કર વર્દી વિનાના સૈનિક, તેમની સાથે હિંસા અને દુર્વ્યવહાર ચલાવી નહી લેવાય: પીએમ મોદી

Bansari

કોરોનાનો ભરડો: જીવલેણ વાયરસથી અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પમી ચિંતામાં થયો વધારો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!