GSTV

ગિરિરાજસિંહના વલણ બદલાયા,બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી નીતીશ કુમારના નેતૃત્વમાં લડાશે

બિહારના પટનામાં આવેલા પૂર બાદ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહના નિશાને સીએમ નીતિશ કુમાર રહ્યા હતા. જોકે, ગિરિરાજસિંહના વલણ હવે બદલાયા છે.

ગિરિરાજસિંહે જણાવ્યુ કે, બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી સીએમ નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવશે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વના આદેશ બાદ બિહારમાં ભાજપ અને જેડીયુ સાથે મળીને ચૂંટણી લડશે.

લોકસભામાં જે ફોર્મુલાથી ચૂંટણી લડવામાં આવી હતી તે ફોર્મુલાના આધારે બિહારમાં બન્ને પાર્ટી વિધાનસભાની ચૂંટણી લડશે.

ગિરિરાજસિંહ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે પટનામાં આવેલા પૂર અંગે સીએમ નીતિશ કુમારને જવાબદાર ગણાવ્યા હતા.

ગિરિરાજસિંહે કહ્યુ હતુ કે, પટનામાં આવેલા પૂર પહેલા નીતિશ સરકારને ચેતાવણી આપવામાં આવી હતી. તેમ છતા નીતિશ કુમારે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નહોતી. જેથી પટનામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

READ ALSO

Related posts

પાકિસ્તાને ઉશ્કેરણીજનક ફાયરિંગમાં બે જવાન શહિદ, ભારતીય સેનાએ કર્યો વળતો પ્રહાર

Nilesh Jethva

લોકડાઉનના અજબગજબ કિસ્સા/ પત્નીને પતિમાં દેખાય છે ભાઈ, સાસૂમાં પોતાની માતા દેખાય છે, કંટાળેલા પતિએ છૂટાછેડા માગ્યા

Pravin Makwana

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીએ તેમને અને તેમની પુત્રીને ફરી નજરબંધ કરવાનો આક્ષેપ લગાવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!