GSTV

બદલાઈ શકે છે બાબૂલ સુપ્રીયોનો મૂડ: ટીએમસીમાં જોડાવાની અફવા વહેતી થતાં જેપી નડ્ડાએ તાત્કાલિક દિલ્હી બોલાવ્યાં

Last Updated on August 1, 2021 by pratik shah

પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ શનિવારે અચાનક સોશિયલ મીડિયા પર રાજકરણ છોડવાની જાહેરાત કરી હતી. એક એહવાલ અનુસાર, રાજકરણ છોડવાની જાહેરાત બાદ જ બાબુલ સુપ્રિયોએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી. જેપી નડ્ડાએ સુપ્રિયોને રાજકરણ છોડવાના નિર્ણય પર ફરી વિચાર કરવા કહ્યું. નડ્ડાએ સુપ્રિયોને વધુ એક દિવસ વિચારવા કહ્યું છે. એક એહવાલ અનુસાર, સોમવારે ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ નડ્ડા અને સુપ્રિયો ફરીવાર મળશે.

રાજકરણ છોડવા મુદ્દે વિચાર કરવા નડ્ડાની સુપ્રિયોને સલાહ
સુપ્રિયોએ અન્ય પક્ષમાં નહીં જોડાઉ તે લાઈન ડિલીટ કરી
બાબુલ સુપ્રિયો ટીએમસીમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ

સુપ્રિયોએ અન્ય પક્ષમાં નહીં જોડાઉ તે લાઈન ડિલીટ કરી

જે પછી મંગળવારે સુધીમાં અંતિમ નિર્ણય લેવાશે કે બાબુલ ભાજપમાં રહેશે કે નહીં. બાબુલ સુપ્રિયોના ભાજપમાં રહેવા મુદ્દે આશંકા છે. તેમણે રાજકરણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી ત્યારે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, તેઓ હંમેશા ભાજપમાં રહેશે અને કોંગ્રેસ, ટીએમસી સહિત અન્ય પક્ષમાં સામેલ નહીં થાય. જોકે પછીથી સુપ્રિયોએ ભાજપમાં જ રહેવાની અને અન્ય પક્ષમાં ના જવાની લાઈનને પોસ્ટમાંથી હટાવી દીધી હતી.

bjp

સુપ્રિયો અન્ય પક્ષમાં જાય તેવી અટકળો વધી છે. આ પહેલા પણ સુપ્રિયોના ટીએમસીમાં જોડાવવાની અટકળો થતી રહી છે. સુપ્રિયો ઉપરાંત પશ્ચિમ બંગાળ ભાજપના ઘણા નેતા ટીએમસીમાં ગમે ત્યારે જોડાઈ શકે છે તેવી અટકળો છે. આ દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે,‘સુપ્રિયો એક કલાકાર છે, રાજકરણ તેમનું કામ જ નહોતું.

READ ALSO

Related posts

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!