GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

માસ્ક પર રાજકારણ: કોંગ્રેસનો સીધો સવાલ સરકારમાં કોના ખિસ્સામાં જઈ રહ્યાં છે રૂપિયા

N 95

રાજ્ય સરકારે લોકડાઉન-4માં શરતો સાથે છૂટછાટ આપી છે અને શરતોમાં માસ્ક ફરજીયાત કર્યા છે. જોકે, માસ્કના ભાવ મુદ્દે રાજકીય રમખાણ શરૂ થયુ છે. માસ્કના વેચાણ ભાવ મુદ્દે વિવાદ શરૂ થયો છે અને કોંગ્રેસે મહામારીના સમયમાં પણ રૂપિયા કોના ખીસ્સામાં જઈ રહ્યા છે તેવો સવાલ કર્યો છે.

સરકારની જાહેરાતના ભાવમાં ડિફરન્ટ જોવા મળ્યો

કોરોનાની મહામારીમાં પૂરતા માસ્ક હોવાની સરકાર દ્વારા વાતો થયા છે અને લોકડાઉન-4માં આપવામાં આવેલી છૂટછાટ સમયે અમૂલ પાર્લર પર માસ્ક મળશે તેવી જાહેરાતો કરી છે. જેમાં 65 રૂપીયામાં N-95 માસ્ક અને થ્રી લેયર માસ્ક માત્ર 5 રૂપીયામાં મળશે તેવી જાહેરાત થઈ છે. જોકે, ગુજરાત મેડીકલ સર્વિસીઝ કોર્પોરેશનના એક પરિપત્રમાં જે ભાવ નક્કી કરાયા છે તે અને મુખ્યપ્રધાન જે ભાવ બોલ્યા તેમાં તફાવત છે. કારણ કે, પરિપત્ર મુજબ N-95ની માસ્કનો ભાવ 49.61 છે જ્યારે થ્રી લેયર માસ્ક 10 રૂપિયા છે. આમ પરિપત્ર અને સરકારની જાહેરાતના ભાવમાં ડિફરન્ટ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશને પણ સ્પષ્ટતા કરવી જોઇએ તેવી ચર્ચાઓ થઈ રહી છે.

15 રૂપીયાનો કોના ખીસ્સામાં જઈ રહ્યો છે

આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારના સાહસ એવા ગુજરાત મેડિકલ સર્વીસ કોર્પોરેશન અને સરકારની જાહેરાતમાં માસ્કના ભાવમાં રહેલી ડિફરન્ટને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. આ 15 રૂપીયાનો નફો કોના ઇશારે કોના ખીસ્સામાં જઈ રહ્યો છે તેવો સવાલ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોનાની મહામારી હતી, ત્યારે ગુજરાતના માસ્ક ચાઈનામા 100 રૂપીયામાં વેચાતા હતા તેનુ ગૌરવ ગુજરાતીઓ લેતા હતા. હવે આ જ ગુજરાતમાં ગુજરાતની સરકાર માસ્ક વહેચીને નફાખોરી કરી રહી હોવાનો આક્ષેપ લાગ્યો છે, પણ કદાચ કઈ રીતે લોકોને સસ્તા માસ્ક આપી શકાય તેના પર વિચાર કરે તે જરૂરી છે.

READ ALSO

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

જામનગર પોલીસ દ્વારા એલર્ટ સીટીઝન એપ્લીકેશન બનાવવામાં આવી, તાત્કાલિક મળે છે માહિતી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!