GSTV
Home » News » કાશ્મીર મુદ્દે ઇમરાન ખાનને આડેહાથ લેતા સુબ્રમણ્યમ સ્વામી, આપ્યું આ તીખું નિવેદન

કાશ્મીર મુદ્દે ઇમરાન ખાનને આડેહાથ લેતા સુબ્રમણ્યમ સ્વામી, આપ્યું આ તીખું નિવેદન

એક સમયનાં રાજીવ ગાંધીનાં સાથી અને વર્તમાનમાં ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પોતાનાં આખાબોલા નિવેદનથી હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહે છે. સુબ્રમણ્યમ સ્વામી દરેક વખતે કાંઇક નવું કે અજુગતું બોલીને વિવાદોને જન્મ આપતા હોય છે. આ વખતે સુબ્રમણ્યમ સ્વામીએ પાકિસ્તાનનાં ઇમરાન ખાન પર નિશાન તાક્યું છે.

કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના બોલકા નેતા ડોક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાની ગુપ્તચર વિભાગના પોપટ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ઇમરાન ખાન જે કંઇ બોલી રહ્યા છે એ બધી ISIની ભાષા છે. એમનું પોતાના અભિપ્રાય જેવું કશું નથી.

જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરવા મામલે સ્વામીએ જણાંવ્યું કે, હવે ફક્ત પાક. કબજા હેઠળના કશ્મીરનો સવાલ રહ્યો છે. તેમણે ઇમરાન ખાનને કઠપૂતળી સમાન ગણાવતાં એવી સ્પષ્ટતા કરી હતી કે આ મારો અંગત અભિપ્રાય છે, ભાજપનો સત્તાવાર અભિપ્રાય નથી. તેમણે કહ્યું કે પાળેલા પોપટની જેમ ઇમરાન ખાન જે બોલે છે એ એ  ISIની ભાષા છે. એનો પોતાનો કોઇ અભિપ્રાય નથી અને જો હોય તો એની કોઇ કિંમત નથી.

READ ALSO

Related posts

આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પી ચિદમ્બરમ ૨૪ ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં

Arohi

વૈજ્ઞાનિકોનો દાવો : પૃથ્વી પર બસ એક આ જ સ્ત્રી સૌથી સુંદર છે, તસવીર જોઈ તમે પણ પડી જશો પ્રેમમાં…

Mayur

મને દોષ આપવાનું બંધ કરો, પાંચ વર્ષથી ભાજપનું શાસન છે: મનમોહન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!