GSTV
Gujarat Politics ટોપ સ્ટોરી

રાજકારણ / હાર્દિક પટેલ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ રાજકીય પત્તા ખોલશે, ચૂંટણી પહેલા નવા-જૂની કરશે તેવા એંધાણ

હાર્દિક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ કમર કસી રહી છે. ત્યાં બીજી બાજુ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પારીટદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના તાજેતરના નિવેદનો અટકળોએ વેગ પકડ્યો છે કે પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે અને ચૂંટણી પહેલા નવા-જૂની કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ઉદયપુરમાં કોંગ્રેસ ચિંતન શિબિરમાં ભાગ ન લઈને ફરી એકવાર હાર્દિક પટેલ પાર્ટીથી નારાજગી વ્યક્ત કરી છે.

આગામી સપ્તાહે રાહુલ ગાંધીને મળશે

પ્રાપ્ત માહિતી પ્રમાણે હાર્દિક આવતા અઠવાડિયે રાહુલ ગાંધીને મળવા જઈ રહ્યા છે અને તે મુલાકાત બાદ તે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. જો કે હાર્દિકે કહ્યું હતું કે તે કોંગ્રેસ છોડીને ક્યાંય જવાનો નથી, પરંતુ જોવામાં આવે તો અત્યાર સુધી તેની માંગણીઓ પર યોગ્ય રીતે વિચાર કરવામાં આવ્યો નથી, આવી સ્થિતિમાં હાર્દિક ચોંકાવનારો નિર્ણય લઈ શકે છે. હાલમાં જ એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં જ્યારે હાર્દિકને આ નારાજગી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, કોઈપણ પક્ષ કે પરિવારમાં આવા વિવાદો થવા સામાન્ય વાત છે. તેણે કહ્યું કે અહીં કોઈ સંતાકૂકડીની રમત ચાલી રહી નથી. હાર્દિક ભલે જાહેરમાં ગમે તે બોલતો હોય પરંતુ તે સ્પષ્ટ છે કે તે હજુ પણ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે.

હાર્દિક કેમ પાર્ટીથી નારાજ છે?

વાસ્તવમાં મામલો એ છે કે કોંગ્રેસે હાર્દિકને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો છે, પરંતુ હજુ સુધી તેને કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને શું કરવું તે કહેવામાં આવ્યું ન હતું. આ સિવાય હાર્દિકનું કહેવું છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ તેને કામ કરવા દેતા નથી. રાજ્યમાં પાર્ટીનો કયો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેની પણ તેમને જાણ નથી. આ સિવાય કોંગ્રેસના ઘણા પોસ્ટરમાં પણ તેમને સ્થાન આપવામાં આવ્યું નથી. આ એવા મુદ્દા છે જે હાર્દિકને પરેશાન કરે છે.

READ ALSO

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu

ભાજપમાં ભંગાણ / બાબુલ સુપ્રિયો બાદ વધુ એક ભાજપના સાંસદની TMCમાં ઘરવાપસી

Hardik Hingu
GSTV