GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

રાજકારણ / 27 વર્ષનું સાશન છત્તાં ગુજરાતમાં આ બેઠકો તોડવામાં ભાજપ નિષ્ફળ, મોદી અને શાહની રણનીતિ પણ નથી રહી સફળ

ગુજરાત મોદી અને અમિત શાહનું ભલે હોમસ્ટેટ ગણાતું અને ભાજપનું 27 વર્ષથી શાસન ભલે રહ્યું પણ આજે પણ એવી કેટલીક બેઠકો છે જેમના સુધી વિકાસ પહોંચી પણ શક્યો નથી. પાટીલ અને અમિત શાહે આ બેઠકો જીતવા તમામ રણનીતિ અપનાવી લીધી પણ આજે પણ આ બેઠકો પર કોંગ્રેસનો કબજો છે ને વન વે રહ્યો છે. ભાજપે આ ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે પણ આ સીટો જીત્યા વિના ક્યારેય આ ટાર્ગેટ પૂરો થવો શક્ય નથી. દેશને ગુજરાત મોડેલ બતાવી ભાજપે ભલે કેન્દ્રમાં સરકાર બનાવી છે એ જ ગુજરાતમાં અહીં ભાજપનો મેળ પડતો નથી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી મિશન ગુજરાત અંતર્ગત તમામ સોગઠા ગોઠવી રહ્યું છે. બીજેપીને 150 સીટ જીતવી છે.પરંતુ કેટલીક સીટ એવી છે જેમાં બીજેપી જીત મેળવી શકી નથી.ગુજરાત 1960માં આઝાદ થયું ત્યારથી એ સીટ પર કોંગ્રેસ કે અન્ય પાર્ટીનો કબ્જો છે અને કોંગ્રેસના એ અભેદ કિલ્લાને તોડવા બીજેપી હાલમાં મથામણ કરી રહી છે.આવી સીટ પર જીત મેળવા બીજેપીએ તમામ તરકીબ અપનાવી હોવાનું સામે આવી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી બીજેપીની સરકાર છે..તો કેન્દ્રમાં પણ છેલ્લા 8 વર્ષથી સત્તામાં બીજેપી છે. દેશને ગુજરાત મોડેલ બતાવી બીજેપીએ કેન્દ્રમાં સરકાર બનાવી છે એજ ગુજરાતમાં  ઘણી એવી સીટ છે જેમાં બીજેપીને ગુજરાત અલગ થયું તો પણ આજ સુધી જીત મળી નથી તો કેટલીક સીટ એવી છે જેમાં બીજેપી માત્ર એક જ વખત જીત મેળવી શકી છે.

વિકાસના વાયદા કર્યા અનેક યોજનાઓ બહાર પાડી પીએમ મોદી કે જેના ચહેરા પર બીજેપી જીતે છે તેમની સભાઓ કરી હોવા છતાં બીજેપીનો જીત માટે મેળ પડતો નથી,આવી અનેક બેઠકો છે.

મહુધા બેઠક

પ્રથમ વખત આ સીટ પર 1967 માં ચૂંટણી યોજાઈ હતી ત્યારથી આજ સુધી બીજેપી જીતી શકી નથી..આ બેઠક પર પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ છે અને આ વોટ બેંકમાં આજ સુધી બીજેપી છેદ શોધી શકી નથી.

ઝઘડિયા બેઠક

આદિવાસી પ્રભુત્વ વાળી સીટ છે જેમાં છોટુ વસાવાની પકડ છે અને બીજેપી જીતી શકી નથી…તે પહેલા JDU માં હતા અને બાદમાં તેઓએ પોતાની પાર્ટી બનાવી

બોરસદ બેઠક

જેમાં 1962માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ ત્યારથી આજ સુધી કોંગ્રેસે જીત મેળવી છે

વ્યારા બેઠક

ભાજપને ગુજરાત આઝાદ થયું ત્યારથી જીત મળી શકી નથી

આંકલાવ બેઠક

આ બેઠક 2012માં સીમાંકન બદલાયા બાદ અસ્થિત્વમાં આવી હતી

જેમાં છેલ્લા 2 ટર્મથી ચૂંટણી યોજાઈ રહી છે તેમાં કોંગ્રેસ જીતી રહી છે.

વાંસદા બેઠક

અત્યાર સુધી 5 વખત ચૂંટણી યોજાઈ છે જેમાં કોંગ્રેસે જ જીત હાંસલ કરી છે.1962,67,72 માં ચૂંટણી યોજાઈ હતી બાદમાં આ વિધાનસભા વિસ્તાર સીમાંકનના કારણે બદલાઈ ફરી વખત 2012માં અસ્તિત્વમાં આવી તેમ છતાં છેલ્લી બે ચૂંટણીમાં ભાજપને જીત મળી નથીતો ઘણી સીટ એવી પણ છે કે ગુજરાત અલગ થયું ત્યારથી આજ સુધીની ચૂંટણીમાં 1 જ વખત બીજેપી ને જીત મળી છે.

આવી બેઠકની વાત કરીએ તો 

ઉના બેઠક

ભાજપને એક જ વખત એટલે કે વર્ષ 2007માં જીત મળી હતી

ઠાસરા બેઠક

વર્ષ 2002માં એક જ વખત ભાજપે જીત મેળવી હતી

ઝાલોદ બેઠક

વર્ષ 2002માં ભાજપને એક જ વખત જીત મળી છે

ભિલોડા બેઠક

1995માં સ્વ.અનિલ જોષીયારાએ પક્ષ પલટો કર્યો હતો ત્યારે જીત મળી હતી.

આમ આ બેઠકો પર બીજેપીને જીત  મેળવવી એટલે લોઢાના ચણા ચાવવા સમાન છે. આમ તો કોંગ્રેસ જમીન પર દેખાતી નથી તેમ છતાં કોંગ્રેસે આવી બેઠકો પર પકડ મજબૂત રાખી છે અને આગામી ચૂંટણી માં પણ જીત મળે તેના માટે કવાયત કરશે.

READ ALSO

Related posts

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરસભામાં આમઆદમી પાર્ટી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર બાબત

pratikshah

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે! અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જંગી જાહેરસભાને સંબોધશે

pratikshah
GSTV