GSTV
Ahmedabad Election Analysis 2022 Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

રાજકારણ/ 27 વર્ષ બાદ સત્તા મેળવવા કોંગ્રેસ અધીરી બની : 2001થી ગુજરાતમાં મોદી યુગનો દબદબો

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ પક્ષો પોતપોતાની રાજકીય ચાલથી એકબીજાને પછાડવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. અહીં 182 વિધાનસભા બેઠકો માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે.

ગુજરાતમાં મતદાન શરૂ થાય તે પહેલાં, છેલ્લા ત્રણ દાયકામાં રાજ્યમાં કેવી રીતે મતદાન થયું, તેના પર એક નજર કરીએ.

વિધાનસભા ચૂંટણી (1985)

1985માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 149 બેઠકો જીતી હતી. જે રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યુ નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસે 149 સીટો પર જીત મેળવી 55.55 ટકા વોટ મળવ્યા હતા. આજે ગુજરાતમાં કોઈપણ એક પક્ષને આટલી બહુમતી મળવી ખુબ મુશ્કેલ છે. આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસથી ઘણી પાછળ હતી. બીજેપીને 14.96 ટકા વોટ મળ્યા હતા અને માત્ર 11 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. આ ચૂંટણીમાં જેએનપીએ 14 બેઠકો જીતી હતી જ્યારે અપક્ષ ઉમેદવારોએ 8 બેઠકો જીતી હતી.

વિધાનસભા ચૂંટણી (1990)

આ પછી 1990માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે રામમંદિર આંદોલનનો સમયગાળો હતો જેના કારણે ગુજરાતમાં ભાજપને મોટો ફાયદો થયો હતો. આ ચૂંટણીમાં જનતા દળ અને ભાજપ સાથે મળીને લડ્યા હતા. ભાજપે 143 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેમાંથી તેના 67 ધારાસભ્યો જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. પાર્ટીને 26.69 ટકા મત મળ્યા હતા. જ્યારે જનતા દળના 70 ધારાસભ્યો ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યા હતા. જનતા દળને 29.36 મત મળ્યા હતા. કોંગ્રેસે 181 બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેમાંથી તેના માત્ર 33 ધારાસભ્યો જીતી શક્યા હતા જ્યારે વોટ દર ઘટીને 30.74 ટકા થયો હતો. 1990માં ભાજપ અને જનતા દળે મળીને ગુજરાતમાં સરકાર બનાવી હતી.

વિધાનસભા ચૂંટણી પરિણામો (1995)

વર્ષ 1995માં રામ મંદિરના મુદ્દે જનતા દળ અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું હતું, પરંતુ કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપે 121 બેઠકો જીતીને ગુજરાતમાં સરકાર બનાવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 45 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો જ્યારે જનતા દળ એક પણ બેઠક જીતી શક્યું ન હતું.

વિધાનસભા ચૂંટણી (1998)

વર્ષ 1998માં કેશુભાઈ પટેલની સરકાર પડી ત્યારબાદ રાજ્યમાં ફરીથી ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કરીને 117 બેઠકો જીતી હતી. ભાજપનો વોટ દર વધીને 44.82 ટકા થયો હતો જ્યારે કોંગ્રેસનો વોટ દર ઘટવા લાગ્યો હતો. 1998ની ચૂંટણીમાં કોંગ્રેસને 53 બેઠકો મળી હતી. જ્યારે જનતા દળ 4, AIRJP 4, સમાજવાદી પાર્ટી 1 અને 3 અપક્ષ ઉમેદવારો જીત્યા હતા.

વિધાનસભા ચૂંટણી (2001) (મોદી યુગની શરૂઆત)

2001માં ગુજરાતમાં મોટો ભૂકંપ આવ્યો હતો ત્યારબાદ કેશુભાઈ નિષ્ક્રિય થઈ ગયા હતા અને ઘણી પેટાચૂંટણીમાં હારી ગયા હતા. ભાજપે કેશુભાઈ પટેલ પાસેથી રાજ્યનું નેતૃત્વ લઈ નરેન્દ્ર મોદીને સોંપ્યું. ગુજરાતમાં આ વર્ષથી જ મોદી યુગની શરૂઆત થઈ હતી. 2001માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 127 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ 51 બેઠકો જીતી હતી. ભાજપે સરકાર બનાવી અને નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

વિધાનસભા ચૂંટણી (2007)

રાજ્યમાં આ ચૂંટણી પાંચ વર્ષ પછી 2007માં યોજાઈ હતી. આ સમયે કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ-1 ની સરકાર હતી. ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર 117 બેઠકો જીતીને રાજ્યમાં સરકાર બનાવી હતી. આ વર્ષે કોંગ્રેસે 59 બેઠકો જીતી હતી. જ્યારે NCPને 3 અને JDUને 1 બેઠક મળી હતી.

વિધાનસભા ચૂંટણી (2012)

2012માં ભાજપે સતત ચોથી વખત વિધાનસભા જીતી હતી. રાજ્યમાં પૂર્ણ બહુમતી મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બન્યા. આ ચૂંટણીમાં ભાજપે 115 બેઠકો જીતીને સરકાર બનાવી છે. જ્યારે કોંગ્રેસને 61 બેઠકો મળી હતી.

વિધાનસભા ચૂંટણી (2017) (હાર્દિક પટેલ- પાટીદાર આંદોલન, અલ્પેશ ઠાકોરનું ઓબીસી આંદોલન, જીગ્નેશ મેવાણીનું દલિતો માટેનું આંદોલન)

વર્ષ 2014 સમયે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર રચાયા બાદ તા. વર્ષ 2017માં પહેલીવાર મોદીની ગેરહાજરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસને આ ચૂંટણીથી ઘણી આશાઓ હતી. કારણ કે અમુક અંશે ભાજપ સામે સત્તા વિરોધી લહેર હતી અને હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર આંદોલન ચરમસીમાએ હતું. બીજી તરફ જીગ્નેશ મેવાણીનું દલિતો માટેનું આંદોલન અને અલ્પેશ ઠાકોરનું ઓબીસી માટેનું આંદોલન ભાજપના મત તોડવાના ઈરાદે વિરોધી વાતાવરણ ઊભું કરવામાં સફળ રહ્યા. વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ભાજપને ચોક્કસપણે નુકસાન થયું છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. જે તેનું 1985 પછીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું, જ્યારે ભાજપને 99 બેઠકો મળી હતી. જો કે ભાજપ બહુમતીના આંકથી ઉપર આવી ગયું હતું અને એ બાદ ભાજપે વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્યમાં સરકાર બનાવી હતી

ગુજરાતની ચૂંટણીમાં તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર અને સંચાલનમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપ વતી પીએમ નરેન્દ્ર મોદીએ પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. કોંગ્રેસ પણ 27 વર્ષ બાદ સત્તામાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં રેલીઓને સંબોધિત કરી રહ્યા છે.

Related posts

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરસભામાં આમઆદમી પાર્ટી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર બાબત

pratikshah

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે! અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જંગી જાહેરસભાને સંબોધશે

pratikshah
GSTV