GSTV
Home » News » VHPને ન મળી રેલીની મંજૂરી, બંગાળમાં રામનવમી પર ફરી ગરમાઈ રાજનીતિ

VHPને ન મળી રેલીની મંજૂરી, બંગાળમાં રામનવમી પર ફરી ગરમાઈ રાજનીતિ

રામનવમીને લઇ પ.બંગાળમાં રાજકારણ ફરી ગરમાયું છે. કોલકતા પોલીસે રામનવમીના અવસરે VHPના કાર્યકર્તાઓને બાઇક રેલી શરૂ થાય તે પહેલા થોડા સમય અગાઉ જ બાઇક રેલી કાઢવાની મંજૂરી નહીં આપતા મામલો ગરમાયો છે. બાઇક રેલીની મંજૂરી ન મળતા VHP કાર્યકરોમાં રોષ ફેલાયો છે.

પોલીસે રેલીને રોકતા VHP સદસ્યોએ રામની તસ્વીર અને ભગવા ઝંડા સાથે સ્થાનિક રેલી યોજવાની કોશિશ કરી હતી. VHPની આ રેલી દક્ષિણ બંગાળમાં મોટા પાયે નીકળવાની હતી. VHPએ જણાવ્યું કે આ વખતે રેલીમાં હથિયારોનું પ્રદર્શન જરા પણ કરવામાં નહીં આવે.

VHP ના સંગઠન સચિવ સચિન્દુનાથ સિંહાએ જણાવ્યું કે અમારી સંસ્થાની આ કાયદેસરની રેલીમાં પોલીસે આપેલા આદેશોનું કડક પાલન કરવામાં આવશે અને આ રેલીમાં કોઇ હથિયારનું પ્રદર્શન પણ કરવામાં નહીં આવે. તેમણે જણાવ્યું કે દક્ષિણ બંગાળમાં વિહિપની નાની મોટી ૭૦૦ રેલી કાઢવાની યોજના છે.

હાલ ચૂંટણી હોવાથી ઉત્તર બંગાળમાં ઓછી રેલી યોજવામાં આવશે. વિહિપની આ રેલીને ભાજપ સાથે જોડવામાં આવે છે. તાજેતરમાં જ પ.બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ કહૃયું હતું કે ભાજપ ચૂંટણીમાં સાંપ્રદાયિક વાતાવરણ જોઇ પોતાના પક્ષની તરફેણમાં વાતાવરણ બનાવવા ઇચ્છે છે.

આ પહેલા પણ સિલિગુડી પોલીસે રાહુલ ગાંધીના હેલીકોપ્ટરને ઉતરાણની મંજુરી નહોતી આપી જેના કારણે કોંગ્રેસે. સિલિગુડીમાં યોજાનાર રેલી રદ કરી દીધી હતી જો કે પોલીસે મંજુરી ન આપવા પાછળ સુરક્ષાનું કારણ જણાવ્યું હતું.

Read Also

Related posts

85 કરોડ ડોલર હતા સામે પણ આ વ્યક્તિએ ફેસબુકની શરતો ન સ્વીકારી, ફોનમાંથી એપ ડિલીટ કરવાની આપી સલાહ

Arohi

ચાર્જિંગ દરમિયાન મોબાઇલમાં થયો વિસ્ફોટ, ઓરડામાં સૂઈ રહેલ યુવાન સાથે થયું આવું ભયાનક…

NIsha Patel

શિવસેનાનું સરકાર રચવાનું સપનું રોળાયું, આજે એનસીપી પાસે છેલ્લો ચાન્સ નહીં તો ભાજપ કહેશે એમ જ થશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!