GSTV
Home » News » તમારા પ્રિય નેતાજીને જો પૈસાની જરૂર પડે તો બેન્કમાં નહીં અહીંથી લે છે, છે ઘર ઘરનો મામલો

તમારા પ્રિય નેતાજીને જો પૈસાની જરૂર પડે તો બેન્કમાં નહીં અહીંથી લે છે, છે ઘર ઘરનો મામલો

લોકસભાની ચૂંટણીનો પાંચમો તબક્કો આજે સમાપ્ત થશે. ચૂંટણી પહેલાં નેતાઓએ ચૂંટણી લડવા માટે તેમની સંપત્તિ બાબતે સોગંદનામું આપ્યું હતું જેમાં તેઓએ તેમની આવક વિશેની બધી માહિતી આપી હતી. આ માહિતીમાં એક અદભૂત વસ્તુ છે કે મોટા નેતાઓ જરૂર પડે ત્યારે બેંક કે ક્યાંય બીજેથી પૈસા નથી લેતા પણ પરિવારના લોકો પાસેથી ઉધાર લે છે. આ યાદીમાં કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, સમાજવાદી પક્ષના સ્થાપક મુલાયમસિંહ યાદવ, ગિરિરાજ સિંહ અને અન્ય ઘણા નેતાઓનો પણ સમાવેશ થાય છે.

krk Rahul Gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા ગાંધી પાસેથી રૂ. 5 લાખની વ્યક્તિગત લોન લીધેલ છે અને તેમના પર કોઈ અન્ય લોન નથી. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કે જે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે તેમણે કહ્યું છે કે તેમના પર બીજી કોઈ લોન નથી.

બીજી બાજુ પોતાનો પારિવારીક ગઢ ઉત્તર પ્રદેશના મણપુરીથી ચૂંટણી લડનાર મુલાયમ સિંહ યાદવે કહ્યું છે કે તેમના પુત્ર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પાસેથી રૂ. 2.13 કરોડનો લોન ચૂકવવાની બાકી છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે તેણે તેમની બીજા પત્ની સાધના યાદવને રૂ. 6.75 લાખ આપ્યા છે. 43.7 લાખ રૂપિયા પુત્ર પ્રતીકને અને પરિવારના સભ્ય મૃદુલા યાદવને 9 .8 લાખ રૂપિયા આપ્યાં છે.

READ ALSO

Related posts

પતિની આ ગંદી આદતે ફોર્ટિસની ડોક્ટર સોનમની છીનવી લીધી જીંદગી, એક વર્ષમાં થયુ બધુ જ બર્બાદ

Kaushik Bavishi

કાશ્મીરમાં EDએ આતંકીઓની 6 સંપતિઓ કરી જપ્ત, સૈયદ સલાઉદ્દીન સાથે કનેક્શન

pratik shah

અયોધ્યામાં આકાશને આંબે તેવું ભવ્ય રામ મંદિર બનશે, અમિત શાહે પ્રથમવાર આપી પ્રતિક્રિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!