GSTV

રાજકારણીઓનું ઈલુ-ઈલુ, જાતિ અને ધર્મની દિવાલો તોડી આ નેતાઓએ કર્યા છે પ્રેમ લગ્ન

કહેવાય છે કે, કોઈના પ્રેમમાં આંઘળા થયેલા પ્રેમીઓને બીજુ કશું જ દેખાતું નથી, કેમ કે તેને દરેક જગ્યાએ પ્રેમ જ દેખાઈ છે. એક વખત પ્રેમ થયા બાદ તેમને ધર્મના કોઈ સિમાડા રોકી શકતા નથી. બોલિવૂડમાં પણ અનેક જોડીઓ છે, જેમણે પ્રેમ માટે થઈ પોતાનો ધર્મ બદલ્યો છે. આજે અમે આપને બોલિવૂડ નહીં, પણ રાજકારણીઓના પ્રેમની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના પ્રેમને અંતિમ મુકામ સુધી પહોંચાડ્યો છે. જાણો કોણ કોણ છે એ નેતાઓ જેમણે ધર્મની તમામ દિવાલ તોડી પોતાના પ્રેમને મેળવી સુખી દામ્પત્ય જીવન વિતાવી રહ્યા છે.

શાહનવાઝ હુસૈન

ભાજપના ખ્યાતનામ નેતા શાહનવાઝ હુસૈન ખુશમિજાજી છે. તેમણે પોતાના પ્રેમને પામવા માટે ઘણી તકલીફોમાંથી પસાર થવું પડ્યું છે. શાહનવાઝની લવ સ્ટોરી ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ દિલ્હીની ડીટીસી બસમાં કોલેજ જઈ રહ્યા હતા. આ સફરમાં તેમને એક એવી છોકરી નજરે પડી અને તેનો પીછો કરવા લાગ્યા, બાદમાં તેમની મુલાકાત થતી રહી. એવું કહેવાય છે કે, એક વખત બસમાં શાહનવાઝને તો સીટ મળી ગઈ, પણ પેલી યુવતી કે, જેની પાછળ શાહનવાઝ પાગલ હતા, તેને સીટ નહોતી મળી. ત્યારે શાહનવાઝે પોતાની સીટ આ યુવતીને આપી દીધી. બાદમાં નેતાજીએ યુવતીના પરિવાર સાથે પણ સારો તાલમેલ બેસાડી લીધો, પણ પરિવારના સભ્યોને ક્યાં ખબર હતી, કે આ પ્રેમની શરૂઆત તો બસની સફરમાં ચાલુ થઈ હતી. એક દિવસ શાહનવાઝે બસમાં આ યુવતીને પોતાના પ્રેમનો ઈજહાર કરી દીધો, અને યુવતી ગુસ્સે થઈ ગઈ. બાદમાં યુવતીએ હિન્દુ-મુસ્લિમ હોવાનો દાવો કરી ના પાડતી રહી. પણ શાહનવાઝે હાર માની નહીં, સતત 9 વર્ષ સુધી તેમણે આ યુવતીની રાહ જોઈ.1994માં અંતે આ બંનેએ લગ્ન કરી લીધા. આ બંનેના લગ્ન કરાવવામાં ઉમા ભારતીની ભૂમિકા મુખ્ય હતી. તેમણે જ બંનેના પરિવારને મનાવ્યા હતા. આ બંનેના હાલમાં બે સંતાન પણ છે.

મુખ્તાર અબ્બાસ નકવી

ભાજપના સિનિયર નેતા મુખ્તાર અબ્બાસ નકવીની કહાણી પણ કંઈક આવી જ છે. મુખ્તાર અને સીમા પણ અલગ અલગ ધર્મના છે, પણ પ્રેમમાં આવેલી ધર્મની દિવાલને તેમણે તોડી નાખી.સીમાને મુખ્તાર પહેલી નજરમાં જ ગમવા લાગ્યા હતા. કોલેજના દિવસોમાં સીમા છોકરાઓથી દૂર રહેતી પણ નકવી તેમાંથી અપવાદ હતા. આ બંનેની મુલાકાત અલ્હાબાદ યુનિવર્સિટીમાં થઈ હતી. સીમાના પરિવારવાળા વારંવાર નકવીને મળવાથી નારાજ રહેતા અને મળવા દેતા નહીં, પણ સીમા કોઈને કોઈ બહાનું બનાવી નકવીને મળવા જતી રહેતી.વર્ષ 1983માં જૂનમાં તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. બંનેના લગ્ન હિન્દુ અમે મુસ્લિમ રીત-રિવાજ મુજબ થયા.આ બંને દિવાળી અને ઈદ પોતાની રીતે ઉજવે છે, અને તેમને એક સંતાન પણ છે.

સુશિલ મોદી

બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને આપણે સૌ કોઈ જાણીએ છીએ, તેઓ બિહારની રાજનીતિમાં પ્રખ્યાત ચહેરો છે. તેમણે ઈસાઈ ધર્મના જેસિસ જોર્જ સાથે લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત ટ્રેનમાં થઈ હતી. તે સમયે સુશિલ મોદી પટના યુનિવર્સિટીમાં એબીવીપીા મહાસચિવ હતા. તેઓ કોઈ કામથી ટ્રેનમાં જઈ રહ્યા હતા.અહીંયાથી બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ. બંનેના લગ્નને લઈ અનેક અડચણો આવી. બાદમાં મહામુશ્કેલીએ ઘરના લોકો માની ગયા. સુશિલ મોદીના પત્નિ કોલેજમાં પ્રોફેસર છે. બંનેના બે સંતાનો પણ છે.

ઉમર અબ્દુલા

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલા લવ સ્ટોરી પણ ઘણી ચર્ચામાં રહી છે. તેમની લવ સ્ટોરી દિલ્હીની ઓબેરોય હોટલમાંથી શરૂ થઈ હતી. કેમ કે જે સમયે તેઓ પાયલને મળ્યા હતા, ત્યારે તે ત્યાં જ કામ કરતી હતી. આ સમયે તેઓ નજીક આવ્યા.1994માં બંનેએ ધાર્મિક બંધન તોડી લગ્ન કરી નાખ્યા. આ કપલને બે સંતાનો પણ છે. પાયલ દિલ્હીમાં પોતાનો ટ્રાંસપોર્ટનો બિઝનેસ સંભાળે છે. જો કે, 17 વર્ષ બાદ બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા.

મનીષ તિવારી

કોંગ્રેસ નેતા મનીષ તિવારી પણ આ યાદીમાં આવે છે. તેમણે નાઝનીન સફા સાથે લગ્ન કર્યા છે. નાઝનીન સફા પારસી છે. કહેવાય છે કે, 1989માં જ્યારે મનીષ એનએસયુઆઈના પ્રેસિડેંટ હતા, ત્યારે નાઝનીન મુંબઈ વીમેન વિંગના પ્રેસિડેંટ હતા. ત્યાર બાદ નાઝનીને મુંબઈ યુનિવર્સિટીમાં માસ્ટર કર્યું. બાદમાં એર ઈન્ડિયા સાથે પણ કામ કર્યું. આ દરમિયાન બંને વચ્ચે અનેક વાર મુલાકાતો થઈ. 1996માં બંનેએ લગ્ન કરી લીધા, બંનેને એક સંતાન પણ છે

સચિન પાયલોટ

લગ્નના ત્રણ વર્ષ પહેલા આ સચિન અને સારા લંડનમાં એક પારિવારીક કાર્યક્રમમાં મળ્યા હતા. જ્યાં બંને વચ્ચે એકબીજા પ્રત્યે આકર્ષણ ઊભુ થયું, બંને એકબીજાની ખૂબ નજીક આવ્યા. બાદમાં સચિન પોતાનો અભ્યાસ પુરો કરી ભારતમાં આવી ગયા હતા. જો કે, સાર હજૂ પણ લંડનમાં ડજ અભ્યાસ કરી હતી. જો કે, ભારતમાં આવ્યા બાદ બંનેના પરિવાર વચ્ચે ખૂબ વિરોધ થયો. પણ બંનેને નક્કી કર્યું કે, ક્યાં સુધી અલગ રહેવું.આ સમય દરમિયાન બંને વચ્ચે ફોનમાં ઘણી વાતો થતી, પણ ફોનનું એટલુ બધુ બિલ આવવા લાગ્યુ કે, બંનેએ વિચાર્યુ કે, હવે લગ્ન કરી લેવા વધુ સારુ રહેશે. આ લગ્નએ તે સમયે મીડિયામાં ખાસ્સી ચર્ચા જગાવી હતી, કેમ કે આ બંનેના પરિવાર ભારતીય રાજકારણમાં ખાસ્સુ મહત્વ ધરાવતા હતા. એક બાજુ ફારુક અબ્દુલા પરિવાર અને એક બાજુ કોંગ્રેસના રમા પાયલટ પરિવાર અંતે આ લગ્ન માટે રાજી થયો.

READ ALSO

Related posts

ડ્રગ્સ કાંડમાં એનસીબી ઘરે પહોંચે પહેલાં કરણ જોહરે આખરે મૌન તોડ્યું, જાણી લો કયા કર્યા ખુલાસા

Mansi Patel

VIDEO: સાંપને પકડવાની કોશિશ શખ્સને પડી ભારે, અચનાક સામે અજગર આવ્યો અને પછી જે બન્યુ…

Ankita Trada

ગાંધીનગરમાં હીરા સોલંકી અને પુરસોત્તમ સોલંકીની હાજરીમાં કોળી સમાજની બેઠકનું કરાયું આયોજન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!