ઓડિસાના આરોગ્ય પ્રધાન નબ કિશોર દાસની રવિવારે ઝારસુગુડા જિલ્લામાં થયેલી હત્યાને રાજકીય કાવતરું માનવામાં આવે છે. ગયા વર્ષે પંજાબના સિંગર અને કોંગ્રેસી નેતા સિદ્ધૂ મૂસેવાલાની હત્યાએ ચર્ચાસ્પદ બની હતી. તો સીપીઆઈ નેતા ગોવિંદ પંસારા અને તેમની પત્નીની 2015માં મોર્નિગ વોક દરમિયાન થયેલી હત્યા પાછળ સનાતન સંસ્થાનો હાથ હોવાનું કહેવાય છે.

ભાજપના કદાવર નેતા પ્રમોદ મહાજનની તેમના ભાઈએ ગોળી મારીને હત્યા કરી હતી. ભાજપના નેતા કૃષ્ણાનંદર રાયની પણ હત્યા થઈ હતી, જેની પાછળ રાજકીય પક્ષ જોડાયેલા નેતાઓનો હાથ હતો. સૌથી ચર્ચાસ્પદ કિસ્સો ગુજરાતના તત્કાલીન ગૃહ પ્રધાન હરેન પંડયાની 2003માં અમદાવાદમાં થયેલી હત્યા માનવામાં આવે છે.
આરોપીઓને સજા મળી ગઈ હતી પરંતુ તેમની હત્યા પાછળનું સાચ્ચુ કારણ બહાર આવી શક્યુ ન હોવાનું માનવામાં આવે છે. અંદરની વાત મુજબ ઈતિહાસમાં થયેલી અનેક હત્યાઓને રાજકીય ઈરાદાથી પ્રેરિત માનવામાં આવે છે, જેમાં ખાસ કરીને જનપ્રતિનિધિઓના હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળની ગૂઢ રહસ્ય રાજકીય બળને કારણે કાયમ રહ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ઓનલાઈન વસ્તુઓની ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યા હોવાના ખોટા સ્ક્રીન શોટ બતાવીને છેતરપીંડી કરતો આરોપી ઝડપાયો
- મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાગના ઝાડમાંથી બનશે રામ મંદિરના દરવાજા, પૂજા બાદ લાકડાનો જથ્થો અયોધ્યા રવાના
- “સનાતન ધર્મને કોઇ સર્ટિફિકેટની જરૂર નથી”: RSS પ્રમુખ મોહન ભાગવત
- શું તમે વાંરવાર ધ્રુમપાન કરવા માટે ઓફિસમાં બ્રેક લો છો તો ચેતી જજો, જાપાને સરકારી કર્મચારીને ફટકાર્યો નવ લાખનો દંડ
- Bholaa/ શું પઠાણનો રેકોર્ડ તોડી શકશે અજયની “ભોલા”, પહેલા દિવસે આટલી કમાણીની શકયતા સેવાઇ