GSTV

CAA, NPR અને NRCને લઈને બિહારમાં ઘમાસાણ, JDUના આ નેતાએ કહ્યું અશાંતિ પેદા કરવાનો નાપાક એજન્ડા

Last Updated on January 5, 2020 by Mayur

જેડીયૂના મહાસચિવ પવન વર્માએ પાર્ટી અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સીએએ-એનપીઆર અને એનઆરસી યોજનાને ફગાવી દેવાની રજૂઆત કરી છે. સાથે જ પવન વર્માએ આરોપ લગાવ્યો કે આ કાયદાઓ ભારતના ભાગલા પાડવા અને બિનજરૂરી સામાજિક અશાંતિ પેદા કરવાના નાપાક એજન્ડા છે. પવન કુમારે પત્ર લખી બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલકુમાર મોદીની એક તરફી જાહેરાત અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે.

પવન કે વર્માએ ટ્વીટ કરી કહ્યું હતું કે,

તેઓએ લખ્યું કે સુશીલકુમાર રાજ્યમાં 15 મેથી 28 મે વચ્ચે એનપીઆરનું કાર્ય પૂર્ણ થશે તેમ કહ્યું છે. પરંતુ નીતિશ કુમાર એનપીઆરના વિરોધમાં છે. તેઓએ પત્રમાં વધુમાં લખ્યું કે આ અંગે તમારું સ્પષ્ટ અને સાર્વજનિક નિવેદન ભારતના વિચારોને સંરક્ષિત કરવા તેમજ મજબૂતી આપવાની દિશામાં એક મોટું પગલું હશે. પત્રમાં વર્માએ સીએએ-એનઆરસીને સંયુક્ત રીતે હિંદુ-મુસ્લિમો વચ્ચે ભાગલા પાડવા અને સામાજિક અસ્થિરતા પેદા કરવાનો સીધો પ્રયાસ છે. સંસદમાં નાગરિકતા કાયદાના સમર્થન કરવાના પાર્ટીના નિર્ણયની પવન વર્માએ નિંદા કરી હતી. જેડીયૂના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર પણ સીએએના વિરોધમાં અવાજ ઉઠાવતા રહ્યાં છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!