GSTV
Junagadh Trending ગુજરાત

જુનાગઢ / લેબર કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા રાજકીય ખળભળાટ, મોટા ગજાના નેતાઓની સંડોવણી!

આપઘાત

જૂનાગઢના લેબર કોન્ટ્રાક્ટરે આપઘાત કર્યો છે અને આપઘાત માટે મજબૂર કરવા માટે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પૂર્વ કેબીનેટ પ્રધાન બાબુ બોખીરિયાનો ભત્રીજો નિલેશ બોખીરીયા, જયેશ બોખીરીયા સામે ફરિયાદ દાખલ થઈ છે. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા વેજા પટેલના પુત્ર કેતન મોડેદરા સામે ફરિયાદ થતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

આપઘાત

મૃતક દિલીપ મેવાડા કુતિયાણા કેતન કન્સ્ટ્રકશનમાં લેબર કામ કરતા હતા. તેઓ પોરબંદર પંથક સહિતના વિસ્તારમાં લેબર કામ કરતો હતો. આરોપીઓએ 13.22 લાખ રૂપિયા આપ્યા ન હતા. તેમજ માલસામાન લેવાની પણ ના પાડી ધમકી આપી હતી. આ ધમકીથી ડરી ગયેલા દિલીપ મેવાડાએ વંથલીના કોયલી ગામની સીમમાં ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યુ છે.

  • કેતન વેજા મોડેદરા કોંગ્રેસના મેન્ડેટ પર રાણાવાવ-કુતિયાણા વિધાનસભા હારી ચૂકેલા વેજા પટેલનો પુત્ર સામે ફરિયાદ
  • પોરબંદર પંથક સહિતના અનેક વિસ્તારોમાં કર્યું હતું મૃતકે લેબરકામ
  • કુતિયાણાના કેતન કન્ટ્રક્શનમા કરતા હતા લેબર કામ
  • ૧૩.૨૨ લાખ રૂપિયા ન આપી માલ સામાન લેવાની ના પાડી આપી હતી ધમકી
  • ધમકીથી ડરી દિલીપભાઈ મેવાડા નામના વ્યક્તિએ વંથલીના કોયલીની સીમમાં કર્યો હતો ઝેરી દવા પી આપઘાત
  • મૃતકના સ્કૂટરમાંથી મળી આવેલી સુસાઇડ નોટના આધારે મૃતકની પત્નીએ નોંધાવી ફરિયાદ
  • મૃતક જૂનાગઢના મંગલધામ વિસ્તારમાં રહી કરતા હતા લેબર કોન્ટ્રાક્ટર નું કામ
  • એટ્રોસીટી અને મરવા મજબૂર કરવાના ગુનામાં ડીવાયએસપીએ હાથ ધરી તપાસ

મૃતકના સ્કૂટરમાંથી મળી આવેલી સુસાઇડ નોટના આધારે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. એટ્રોસીટી અને આપઘાતની દુષ્પ્રેરણા કરવાના ગુનામા પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

વિશ્વના આ પાંચ દેશમાં કોઈ એરપોર્ટ નથી! બીજા દેશમાં કેવી રીતે જાય છે અહીંના લોકો, જાણો

Akib Chhipa

તાપી / પહેલાં ભાજપ અને પછી AAPમાં ગયેલા પૂર્વ MLAના પત્ની સ્નેહલતા વસાવાની કોંગ્રેસમાં ઘરવાપસી

Nakulsinh Gohil

Mumbai : ટ્રોલી બેગમાંથી મળ્યું 50 કરોડનું હેરોઈન, ઈથોપિયાથી આવી રહેલા મહિલા અને પુરુષ એરપોર્ટ પર ઝડપાયા

GSTV Web Desk
GSTV