GSTV
India News ટોપ સ્ટોરી

રાજકીય ઘમાસાણ / શિવસેનાએ આવતીકાલે બપોરે બોલાવી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, ઠાકરે-પવારની બેઠક સમાપ્ત

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે જેના પગલે ઠાકરે સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. આ સ્થિતિ વચ્ચે આજે સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના વડા શરદ પવાર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. બીજી બાજુ શિવસેનાએ આવતીકાલે એટલે કે, શનિવારે બપોરે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે.

એક તરફ શિવસેના બળવાખોર નેતા એકનાથ શિંદે વારંવાર સરકારને પડકાર આપી રહ્યા છે બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હથિયાર હેઠા મૂકી તેવી સ્થિતિ સર્જાઈ છે. શિવસેનાના વિધાનસભામાં 55 ધારાસભ્યો પૈકી 38 ધારાસભ્યો શિંદેના સમર્થનમાં છે તેની તસ્વીર સામે આવી છે જેના પગલે ઉદ્ધવ ઠાકરે માટે શિવસેના અને સરકાર બચાવવા હવાતિયા મારી રહ્યા છે.

નોંધનીય છે કે, એક તરફ બાગી નેતા એકનાથ શિંદેનું ગ્રુપ સતત મજબૂત થઈ રહ્યું છે. તો બીજી તરફ ધારાસભ્ય એક એક કરીને ઉદ્ધવ ઠાકરેથી અલગ થતા દેખાઈ રહ્યા છે. આમ છત્તાં શિવસેના મજબૂત હોવાનો દાવો કરી રહી છે. શરદ પવારને મળ્યા બાદ સંજય રાઉતે બળવાખોરો સામે કડક વલણ દાખવ્યું હતું. તેમણે કહ્યું કે અમારે જે કરવાનું હતું તે અમે કરી લીધું છે. અમે બધા (MVA) સાથે છીએ. બળવાખોરો માટે, તેમણે કહ્યું કે વાતચીત અને પાછા આવવાનો સમય સમાપ્ત થઈ ગયો છે. સંજય રાઉતે કહ્યું કે ફ્લોર ટેસ્ટ થશે તો અમે જીતીશું.સંજય રાઉતે કહ્યું કે જો લડાઈ રોડ પર થશે તો ત્યાં પણ અમે જીતીશું. જેનો સામનો કરવો પડે તે મુંબઈ આવી શકે છે. તેઓએ (ધારાસભ્યો) ખોટું પગલું ભર્યું છે. અમે તેમને પાછા આવવાની તક પણ આપી પરંતુ હવે સમય પસાર થઈ ગયો છે.

READ ALSO

Related posts

Monkeypox: લક્ષણો વિના પણ સામે આવી શકે છે મંકીપોક્સના કેસ, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed

ભરૂચ/ ગોલ્ડન બ્રિજ આજે વટાવી શકે છે 24 ફૂટની ભયનજક સપાટી, આ ગામોને કરાયા એલર્ટ : 186 નાગરિકો અને પશુધનનું સ્થળાંતર

Bansari Gohel

મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ

Bansari Gohel
GSTV