GSTV
Home » News » મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વધુ ઘેરાયું, CM કમલનાથે સરકાર બચાવવા અપનાવી આ ફોર્મ્યુલા

મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વધુ ઘેરાયું, CM કમલનાથે સરકાર બચાવવા અપનાવી આ ફોર્મ્યુલા

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો વ્યાપી રહ્યો છે. સરકાર પડવાની અટકળો વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે તમામ મંત્રીઓને સાવચેત રહેવાની સૂચના આપી છે.  કમલનાથે તમામ મંત્રીઓને કહ્યું કે તેમણે વિપક્ષના કાવતરાને નિષ્ફળ બનાવવાનું છે. તેમણે કહ્યું કે કોઇ પણ પ્રકારના ભંગાણની વાતોનું બધા મળીને ખંડન કરે અને તમામ એકતા દર્શાવે. વિપક્ષને પણ તેમની એકતા નજર આવવી જોઇએ. દરેક મંત્રીને 5 ધારાસભ્યો સાચવવાની જવાબદારી સોંપી દીધી છે. કમલનાથને ડર છે કે ભાજપ હોર્સ ટ્રેડિંગ કરી સરકાર હટાવવાનો પૂરતો પ્રયાસ કરશે.

લોકસભાની ચૂંટણી બાદ પહેલી વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મંત્રીઓ સાથે લગભગ દોઢ કલાક બેઠક યોજી. ચૂંટણીમાં રાજ્યની 29માંથી 28 બેઠકો ભાજપે મેળવી છે જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક જ બેઠક આવી છે. 

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે ભાજપે દાવો કર્યો હતો કે ચૂંટણી બાદ કમલનાથ સરકાર પડી શકે છે.

READ ALSO 

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah

વિતેલા જમાનાના બે શાનદાર એક્ટર વચ્ચે ટ્વીટર વૉર, CAA પર આમને સામને આવ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!