GSTV
Home » News » અલ્પેશનું રાજકીય કદ ઘટ્યું! શંકર ચૌધરીને પણ જુગલે કરાવ્યો ફાયદો

અલ્પેશનું રાજકીય કદ ઘટ્યું! શંકર ચૌધરીને પણ જુગલે કરાવ્યો ફાયદો

જુગલ ઠાકોરને રાજ્યસભાની ટિકીટ આપી ભાજપ હાઇકમાન્ડે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પાંખો કાપી નાંખી છે. એટલું જ નહિં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં પ્રભુત્વ ધરાવનારા જુગલ ઠાકોરને રાજ્યસભામાં મોકલતા હવે ભાજપમાં આવતા પહેલા જ અલ્પેશનું રાજકીય કદ ઘટ્યું છે.

ભાજપમાં એન્ટ્રી થાય તે પહેલાં જ ભાજપે અલ્પેશને કાબુમાં રાખવા આબાદ સોગઠી મારી છે. એક સમયે ઠાકોર સેનામાં એકસાથે કામ કરનારા અલ્પેશ ઠાકોર અને જુગલ ઠાકોર હાલમાં એકબીજાના કટ્ટર રાજકીય હરીફ છે. ઠાકોર સેના પર અલ્પેશે એકહથ્થું શાસન કરતા જુગલજી ઠાકોરે ક્ષત્રિય ઠાકોર વિકાસ મંચની સ્થાપના કરી હતી.

એટલું જ નહિં અલ્પેશ ઠાકોરના તમામ વિરોધીઓને એકજૂથ કર્યા હતા. વળી ઠાકોર સમાજમાં શૈક્ષણિક સંસ્થાઓમાં જુગલજી ઠાકોરનું મહત્વનું યોગદાન રહ્યું છે.

બીજી તરફ જુગલ ઠાકોરને રાજ્યસભામાં મોકલાતા હવે શંકર ચૌધરી માટે પણ પ્રધાન બનવાની તક ઉજળી બની છે. કેમ કે બનાસકાંઠામાંથી બે પ્રધાન બનાવી શકાય તેમ નથી. આ જોતાં અલ્પેશ ઠાકોર માટે પ્રધાનપદ પણ જોખમમાં મુકાયું છે. ભાજપે ચાલેલી આ ચાલને કારણે અલ્પેશનું રાજકીય અસ્તિત્વ ખતરામાં છે તેમ કહીએ તો પણ ખોટું નથી. ભાજપે અલ્પેશ ઠાકોરનું રાજકીય કદ ઘટાડી ન ઘરના ન ઘાટના જેવી દશા કરી છે.

Alpesh Thakor quits Congress

અલ્પેશનું રાજકીય કદ ઘટ્યું !                         

  • જુગલ ઠાકોરને ટિકીટ આપી ભાજપે અલ્પેશની પાંખો કાપી નાંખી
  • ભાજપમાં એન્ટ્રી થાય તે પહેલા જ અલ્પેશનું રાજકીય કદ ઘટ્યું
  • ભાજપની આબાદ ચાલને કારણે અલ્પેશનું રાજકીય અસ્તિત્વ ખતરામાં
  • ઉ. ગુજરાતમાં ઠાકોર સમાજમાં ભારે પ્રભુત્વ ધરાવે છે જુગલ ઠાકોર
  • એક સમયે સાથે કામ કરનારા જુગલ ઠાકોર અને અલ્પેશ હાલ કટ્ટર રાજકીય હરીફ
  • ઠાકોર સેનામાં અલ્પેશે એકહથ્થું શાસન કરતા જુગલ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર વિકાસ મંચની સ્થાપના કરી
  • જુગલ ઠાકોરે અલ્પેશ ઠાકોરના તમામ વિરોધીઓને એકજૂથ કર્યા
  • જુગલ ઠાકોરને રાજ્યસભામાં મોકલાતા શંકર ચૌધરીની પ્રધાન બનવાની તક ઉજળી બની
  • અલ્પેશ માટે હવે પ્રધાનપદ મેળવવું પણ ખૂબ મુશ્કેલ

Read Also

Related posts

સુરતના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ આવ્યા એસીબીના સકંજામા, પતિ-પત્ની ફરાર

Nilesh Jethva

ગોધરા કાંડ : બુધવારના રોજ પ્રદીપસિંહ જાડેજા તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 ગૃહમાં રજૂ કરશે

Nilesh Jethva

પ્રવાસે નિકળેલા ગોધરાના ચાર યુવાનો અચાનક ગાયબ થઇ ગયાં, રહસ્યમય રીતે પાણીમાંથી મળી આવ્યાં મૃતદેહ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!