GSTV

અહેમદ પટેલ: કોંગ્રેસના એ ‘ચાણક્ય’ જેમના હાથમાં રહેતું સંગઠનનું રિમોટ, નહેરુ-ગાંધી પરિવારના અત્યંત નજીકના વ્યક્તિ

ગુજરાતના કદાવર નેતા અહેમદ પટેલનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે. નોંધનીય છે કે અહેમદ પટેલ ભારતની રાજ્યસભાના વરિષ્ઠ ગૃહના સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તેઓ 2001 થી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. નોંધનીય છે કે વર્ષ 2004 અને 2009 માં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શન માટે પણ તેમને મોટાભાગે શ્રેય તેમને આપવામાં આવ્યો છે.

2001 થી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર

 • ગુજરાતથી કોંગ્રેસના રાજ્યસભાના સાસંદ
 • વર્ષ 1991થી કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય
 • વર્ષ 2001થી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની રાજનીતિક સલાહકાર
 • નહેરુ-ગાંધી પરિવારના અત્યંત નજીકના વ્યક્તિ તરીકે જાણીતા થયા
 • નગરપાલિકા ચૂંટણીથી રાજનીતિક સફરની કરી શૂાત
 • ત્રણ વખત લોકસભા સાંસદ

71 વર્ષીય અહેમદ પટેલ ત્રણ વખત લોકસભાના સભ્ય અને પાંચ વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. ઓગસ્ટ 2018 માં તેઓ કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યાક્ષ તરીકે નિયુક્ત થયા હતા. અહેમદ પટેલ 1977 માં 26 વર્ષની વયે ભરૂચથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત સંસદ પહોંચ્યા. હંમેશા પડદા પાછળ રાજકારણ કરનારા અહેમદ પટેલની ગણતરી કોંગ્રેસ પરિવારના વિશ્વાસપાત્ર નેતાઓમાં થાય છે. તેઓ 1993 થી રાજ્યસભાના સાંસદ હતા.

ગાંધી પરિવારની સાથે-સાથે તેઓ કોંગ્રેસના ‘સંકટ મોચક’ નેતા માનવામાં આવતા હતા. એવું કહેવામાં આવે છે કે અહેમદ પટેલને કારણે સોનિયા ગાંધી ભારતીય રાજકારણમાં પોતાને સ્થાપિત કરી શક્યા છે. તેમના વડા પ્રધાન પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ નરસિંહરાવ જેવા નેતાઓ સાથે બગડતા સંબંધો હોવા છતાં પણ તેઓ આટલી મોટી પાર્ટીનું સંચાલન કરી શકે તેવા સક્ષમ રહ્યા હતા. સોનિયાની આ યાત્રા પાછળ અહેમદ પટેલનો મોટો હાથ રહ્યો છે.

નહેરુ-ગાંધી પરિવારના અત્યંત નજીકના વ્યક્તિ તરીકે જાણીતા થયા

 • વર્ષ 1977,1980 અે 1984માં લોકસભાના સાંસદ બન્યા
 • પાંચ વખત રાજ્યસભાના સાસંદ
 • ઈન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં કાર્યરત છે અહેમદ પટેલ
 • 1977થી1982 સુધી ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ
 • વર્ષ 1983થી 1984 સુધી ઓલ ઈન્ડિયાકોંગ્રેસ કમિટીના જોઈન્ટ સેક્રેટરી પદે રહ્યા
 • 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રાજીવગાંધી સંસદીય સચિવ પદે રહ્યા

1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રાજીવગાંધી સંસદીય સચિવ પદે રહ્યા

અહેમદ પટેલે રાજકીય સફરની શરૂઆત પાલિકાની ચૂંટણીથી કરી હતી, ત્યારબાદ તેઓ પંચાયતના અધ્યક્ષ પણ બન્યા હતા. બાદમાં તેમણે કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. ઇન્દિરા ગાંધીની કટોકટી પછી 1977 માં સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી હતી, જેમાં ઈન્દિરા ગાંધીની હાર થઈ હતી. અહેમદ પટેલ આ ચૂંટણી જીત્યા અને પ્રથમ વખત લોકસભામાં આવ્યા. તેઓ ત્રણ વખત લોકસભાના સાંસદ (1977, 1980,1984) અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ (1993,1999, 2005, 2011, 2017) રહ્યા છે.

વર્ષ 2001થી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની રાજનીતિક સલાહકાર

 • કોંગ્રેસ તાલુકા પંચાયત અધ્યક્ષના પદેથી કરિયરની શરૂઆત
 • જાન્યુઆરી 1986થી ઓક્ટોબર 1988 સુધી ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદે રહ્યા
 • 2006થી વક્ફ સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય

કોંગ્રેસ નેતા અહેમદ પટેલના નિધન અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો. રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, તેઓ કોંગ્રેસના આધારસ્તંભ હતા. કોંગ્રેસના સૌથી મુશ્કેલ સમયમાં તેઓ હમેશા સાથે રહ્યા.. તેમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરૂ છુ.

કોંગ્રેસ સંગઠનજ નહી પરંતુ પ્રાંતથી લઈને કેન્દ્રમાં બનવાવાળી સરકારમાં કોંગ્રેસના નેતાઓનું ભાવિ પણ અહેમદ પટેલ નક્કી કરતા હતા. યુપીએ સરકારની પાર્ટી બેઠકોમાં, જ્યારે પણ સોનિયા કહેતી કે તેઓ વિચારને નિર્ણય કરશે અને ત્યાર બાદ નક્કી કરીને કહેશે, ત્યારે એવું માનવામાં આવતું હતું કે તેઓ અહેમદ પટેલની સલાહ લીધા પછી નિર્ણય લેશે.

યુપીએ 1 અને 2 ના ઘણા નિર્ણયો પણ પટેલની સંમતિ પછી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કોંગ્રેસની કમાન્ડ ગાંધી પરિવારના હાથમાં હોવા છતાં, અહેમદ પટેલ વિના પાર્ટીમાં પત્તું પણ આગળ વધતું નહોતું. એટલે કે પાર્ટીનું રિમોટ તેમની પાસે રહેતા હતું.

READ ALSO

Related posts

ઇન્ડોનેશિયામાં ફાટ્યો માઉન્ટ મેરાપી ભીષણ જ્વાળામુખી, 30 કિલોમીટર સુધી સંભળાયો અવાજ

Pritesh Mehta

VIDEO: શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબોલ રમતા જોયા છે, આજે અમે આપને બતાવીશું આ મજેદાર રમત

Pravin Makwana

પાકિસ્તાનની ISIના પૂર્વ ડિરેક્ટર હતા INDIAN RAWના જાસૂસ, સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમમાં જવાબ રજૂ કરતાં ખળભળાટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!