GSTV
Gujarat Election 2022 Rajkot ગુજરાત

અહો આશ્ચર્યમ / રાજસમઢીયાળામાં રાજકીય પક્ષના નેતાઓને પ્રચાર પર મનાઈ, મતદાન ફરજીયાત

રાજકોટથી ૨૨ કિ.મી. દૂર ભાવનગર રોડ પર આવેલ રાજ સમઢીયાળા ગામ રાજ્યનું એક માત્ર એવું વિશિષ્ટ ગામ છે જ્યાં કોઈ પણ રાજકીય પક્ષના કોઈ પણ નેતાને પ્રચાર કરવા આવવાની મનાઈ છે! આ પ્રતિબંધ આજ કાલનો નથી પરંતુ ઈ.સ.૧૯૮૩થી આ નિયમ અમલી છે.


એટલું જ નહીં, ગામના તમામ લોકોને જે ગમે તે ઉમેદવારને મત આપવો ફરજીયાત છે અને જો મતદાન ન કરે તો રૂ।.૫૧નો ગ્રામ પંચાયત દ્વારા દંડ ફટકારવામાં આવે છે. પ્રચારની મનાઈ એટલા માટે ફરમાવાઈ છે કે રાજકીય પક્ષો સાચા ખોટા વચનો આપીને તથા આક્ષેપબાજી કરીને રાજકીય ગંદકી ફેલાવતા હોય છે અને આ ગામ શાંતિપ્રિય છે. અહીં મા-બાપને ભરણપોષણ આપવું, ક્યાંય કચરો ફેંકવો નહીં તેવા પણ નિયમો છે અને તેનું ૧૭૦૦ની વસ્તીમાં બાધા પાલન પણ કરે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે જેમાં પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કામાં મધ્ય- ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે તેમજ મતગણતરી 8મી ડિસેમ્બરે હાથ ધરાશે. રાજ્યમાં 4.91 કરોડ મતદારો છે, જેમાંથી આ વખતે 4.61 લાખ નવા મતદારો ઉમેરાયા છે. આ કુલ મતદારોમાંથી 80 વર્ષથી વધુ વયના 9.87 લાખ મતદારો છે.

READ ALSO

Related posts

LIVE! ઉપલેટા વોર્ડ નં.4નું બુથ નંબર 89 બંધ, પોરબંદરમાં ઓછું મતદાન નોંધાયું

pratikshah

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામુ કરીને પક્ષ પલટો નહીં કરવાનું આપ્યું વચન,  મતદારોને સ્ટેમ્પ પેપર લેખિતમાં આપી બાંહેધારી

HARSHAD PATEL

GUJARAT ELECTION / ‘ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે ભારે સંખ્યામાં કરો મતદાન’, રાહુલ ગાંધીની ટ્વિટ મારફતે લોકોને અપીલ

Kaushal Pancholi
GSTV