GSTV

રાજકીય પક્ષોને દાન આપવા રૂ. ૨૨૨ કરોડના ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ

ભારતમાં અત્યાર સુધી ૨૨૨ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ થયું છે તેમ સરકારે શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું. પોતાની ઓળખ આપ્યા વગર દેશના નાગરિકો રાજકીય પક્ષોને દાન આપવા માટે શિડયુલ્ડ બેંકમાંથી ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી શકે છે. ઇલેક્ટોરેલ બોન્ડનો પ્રથમ ઇશ્યુ ૧ માર્ચથી દસ દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

નાણા રાજ્ય પ્રધાન પી રાધાકૃષ્ણને લોકસભામાં એક પ્રશ્રના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સ્કીમના પ્રથમ ઇશ્યુ હેઠળ ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ ૯ માર્ચ, ૨૦૧૮ સુધી ૨૨૨ કરોડ રૂપિયાનું થયું હતું. ઉલ્લેખનીય છે કે નાણા પ્રધાન અરુણ જેટલીએ રાજકીય પક્ષોને મળતા ભંડોળને પારદર્શક બનાવવાના ઉદ્દેશથી સામાન્ય બજેટ ૨૦૧૭-૧૮માં ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ રજૂ કરી હતી.

ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીના ઓથોરાઇઝ્ડ એકાઉન્ટમાં દાન આપી શકાય છે. આ બોન્ડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કેટલીક શાખાઓમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. ઇલેક્ટોરેલ બોન્ડ સ્કીમને ચાલુ વર્ષના જાન્યુઆરીમાં નોટિફાઇડ કરવામાં આવી હતી. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇલેક્ટોરલ બોન્ડ જારી કર્યા પછી ૧૫ દિવસ સુધી માન્ય ગણાશે.

૧૫ દિવસ પછી બોન્ડ જમા કરાવવા પર રાજકીય પક્ષોને કોઇ ચૂકવણી કરવામાં આવશે નહીં. કોઇ પણ માન્ય રાજકીય પક્ષ દ્વારા જમા કરવામાં આવેલા બોન્ડની રકમને તે જ દિવસે એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે.

Related posts

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

Pravin Makwana

મહારાષ્ટ્રમાં શું શિવસેનાને કોંગ્રેસ સાથે થયો છે મોહભંગ ! સંજય રાઉતે કટ્ટર વિરોધી ભાજપના ફડણવીસ સાથે હોટલમાં કરી મુલાકાત

Pravin Makwana

ગુજરાતમાં Coronaનાં છેલ્લાં 24 કલાકમાં 1417 પોઝિટિવ દર્દીઓ સાથે 13નાં મોત, 1419 લોકો થયા સાજા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!