GSTV
Home » News » પાંચ વર્ષમાં ક્યાં રાજકીય ૫ક્ષની કેટલી મિલકત વધી ? : ADR નો રિપોર્ટ

પાંચ વર્ષમાં ક્યાં રાજકીય ૫ક્ષની કેટલી મિલકત વધી ? : ADR નો રિપોર્ટ

અખિલેશ રાજમાં સમાજવાદી પાર્ટી માલામાલ થઈ ચુકી છે. પાંચ વર્ષમાં સમાજવાદી પાર્ટીની મિલ્કત 198 ટકાના વધારા સાથે 635 કરોડ રૂપિયાએ પહોંચી છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે તમિલનાડુની એઆઈએડીએમકેની મિલ્કતમાં પણ 155 ટકાનો વધારો થયો છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે શિવસેના અને આઈએફબીની મિલ્કતો પણ સતત વધી છે.

પ્રાદેશિક પક્ષોમાં 2015-16માં સૌથી વધારે મૂડી સમાજવાદી પાર્ટીની રહી હતી. જેમાં સમાજવાદી પાર્ટીની 2015-16માં 634.93 કરોડ રૂપિયાની મિલ્કત નોંધાઈ હતી. બીજા ક્રમાંકે ડીએમકેની કુલ મિલ્કત 257.18 કરોડ રૂપિયા તથા એઆઈએડીએમકે 224.84 કરોડ રૂપિયાની મિલ્કત સાથે ત્રીજા ક્રમાંકે રહી હતી. વર્ષ 2011-12માં પ્રાદેશિક પાર્ટીઓની સરેરાશ કુલ મિલ્કત 24.11 કરોડ રૂપિયા હતી. જે 2015-16માં વધીને 65.77 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

સમાજવાદી પાર્ટી દેશભરની પ્રાદેશિક પાર્ટીઓમાં સૌથી અમીર પક્ષ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છ કે ગત પાંચ વર્ષોમાં સમાજવાદી પાર્ટીની કુલ મિલ્કતમાં લગભગ 198 ટકાનો વધારો નોંધાયો છે. એડીઆરના રિપોર્ટ મુજબ.. 2011-12થી 2015-16 વચ્ચે સમાજવાદી પાર્ટી દ્વારા ચૂંટણી પંચ અને ઈન્કમટેક્સ વિભાગે આપેલી માહિતીઓ પ્રમાણે તેની મિલ્કત 2011-12માં 212.86 કરોડ રૂપિયાથી 198 ટકા જેટલી વધીને 2015-16માં 634.96 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સત્તા હતી. તે વખતે સમાજવાદી પાર્ટીની મિલ્કતમાં ઘણો ઉછાળો નોંધાયો હતો. અખિલેશ યાદવ 2012થી 2017 સુધી યુપીના મુખ્યપ્રધાન હતા. જો કે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના પિતા મુલાયમ સિંહ યાદવ હતા.

એડીઆરના રિપોર્ટ પ્રમાણે સમાજવાદી પાર્ટી દ્વારા એઆઈએડીએમકે, શિવેસના અને આઈએફબીએ જ પોતાની મિલ્કતમાં સતત વધારો થયાનું દર્શાવ્યું છે. રિપોર્ટ મુજબ આ પાંચ વર્ષોમાં એઆઈએડીએમકેની મિલ્કત લગભગ 155 ટકા જેટલી વધી છે. વર્ષ 2011-12માં એઆઈએડીએમકેની કુલ મિલ્કત 88.21 કરોડ હતી. 2015-16માં એઆઈએડીએમકેની મિલ્કત વધીને 224.87 કરોડ રૂપિયા થઈ હતી. મહત્વપૂર્ણ છે કે એઆઈએડીએમકે તમિલનાડુની સત્તાધારી પાર્ટી છે. આ સમયગાળા દરમિયાન જયલલિતા મુખ્યપ્રધાન અને એઆઈએડીએમકેના પ્રમુખ પણ હતા. એડીઆરના રિપોર્ટ પ્રમાણે શિવસેનાની મિલ્કત પાંચ વર્ષોમાં 92 ટકા જેટલી વધી છે. 2011-12માં 20.59 કરોડની મિલ્કત વધીને 2015-16માં 39.68 કરોડ થઈ હતી.

આંધ્રપ્રદેશની વાઈએસઆર કોંગ્રેસનું રજિસ્ટ્રેશન માર્ચ-2011માં થયું હતું. તો આમ આદમી પાર્ટી પણ નવેમ્બર-2012માં રજિસ્ટર્ડ થઈ હતી. આ બંને પાર્ટીઓએ 2012-13માં સરેરાશ મિલ્કત 1.1665 કરોડ રૂપિયા ઘોષિત કરી હતી. આ બંને પાર્ટીઓની સરેરાશ મિલ્કતમાં 2015-16માં વધારો થયો અને તે 3.765 કરોડ રૂપિયાએ પહોંચી હતી. ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીએ 2011-12માં કુલ મૂડી 11.538 કરોડ રૂપિયા ઘોષિત કરી હતી અને 2015-16માં 299 ટકાના વધારા સાથે 46.09 કરોડ રૂપિયાએ પહોંચી હતી.

મહત્વપૂર્ણ છે કે 20 પ્રાદેશિક પાર્ટીઓ દ્વારા મિલ્કતોનું વિવરણ આપવામાં આવ્યા છે. જેમાં જંગમ મિલ્કતો, લોન, એડવાન્સ, ટીડીએસ અને રોકાણ પણ સામેલ છે. રાજકીય પક્ષોએ 2015-16માં સૌથી વધારે મિલ્કત એફડી કરી છે.. આ એફડી કુલ 1054.8 કરોડ રૂપિયા છે. 2011-12માં આવી એફડીની રકમ માત્ર 331.54 કરોડ રૂપિયા હતી. આ કુલ મિલ્કતના 68 ટકા હતી. 2015-16માં આમા વધારો થઈને 80.19 ટકા જેટલી થઈ ગઈ છે. 2015-16માં સૌથી વધારે દેણદારી તેલંગાણાની સત્તાધારી પાર્ટી ટીઆરએસની છે. તેના ઉપર 15.97 કરોડ રૂપિયાની દેવાદારી છે… જ્યારે બીજી સૌથી મોટી દેણદારી ધરાવતી પાર્ટી આંધ્રપ્રદેશની સત્તાધારી પાર્ટી ટીડીપી છે. ટીડીપી પર કુલ 8.186 કરોડ રૂપિયાનું દેવું છે.

Related posts

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

વિઝા પુરા થતાં આ મહાશય 540 કિમી તરીને ઓસ્ટ્રેલિયા પહોંચ્યો પણ…

Pravin Makwana

એક સમયે સલમાન ખાન સાથે નજરે આવી હતી આ ખૂબસૂરત અભિનેત્રી, સાઉથ ફિલ્મનો બનશે હિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!