GSTV

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી રાજકીય પક્ષો શોકમાં ગરકાવ, PM મોદી, અમીત શાહ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલી

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી શોકનું મોજુ ફરી વળ્યું, PM મોદી, મુખ્યમંત્રી રૂપાણી, સીઆર પાટીલ સહિતના નેતાઓ તથા વિવિધ રાજકીય પાર્ટીઓએ શોકમાં ગરકાવ થઈ હતી અને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

PM મોદીએ ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલી

કેશુભાઇએ મારા સહિત ઘણા નાના કાર્યકર્તાનો ઉલ્લેખ કર્યો અને તૈયાર કર્યો. દરેક વ્યક્તિને તેનો મિલનસાર સ્વભાવ પસંદ હતો. તેમનું મૃત્યુ એક અકલ્પનીય ખોટ છે. આપણે બધા આજે શોક કરી રહ્યા છીએ. મારા વિચારો તેના પરિવાર અને શુભેચ્છકો સાથે છે. તેમના પુત્ર ભરત સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. શાંતિ.

ભાજપે મહત્વનો આધાર ગુમાવ્યોઃ સીઆર પાટીલ

ગુજરાતમાં ભાજપનાં પ્રથમ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલનાં દુ:ખદ નિધનથી અત્યંત વ્યથિત છું. પક્ષનું હિત એમના માટે હંમેશા સર્વોપરિ રહ્યું હતું. આદરણીય કેશુભાઈ પટેલે તેમનું આખું જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યું હતું.ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે. એમનાં દુ:ખદ નિધનથી ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વનો આધાર ગુમાવ્યો છે. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે, એમનાં પરિવાર તેમજ શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું ! ઓમ શાંતિ !

ભાજપ પ્રદેશ પ્રવક્તાએ આપી અંજલી

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે ગુજરાતના પૂર્વ CM, જનસંઘ-ભાજપનાં મોભી, સોમનાથ ટ્રસ્ટનાં પ્રમુખ કેશુભાઈ પટેલનાં અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. જનસંઘથી ભાજપનાં વિકાસ માટે અને ગામડાનાં વિકાસ, ખેડૂતહિત, નર્મદા યોજના સાથે ગુજરાતનાં સર્વાગી વિકાસમાં તેમનાં સમર્પિત યોગદાનને જનતા હમેશાં યાદ રાખશે. ભગવાન તેમનાં આત્માને શાંતિ આપે અને પરીવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. હ્રદયાંજલિ

કેશુભાઈ મારા પિતા સમાનઃ લીલાબેન અંકોલીયા

મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતુ કે કેશુભાઇ મારા પિતા સમાન હતા. કેશુભાઇ પટેલે મને રાજકીય ક્ષેત્રે પ્રવેશ અપાવ્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણી ગાંધીનગર આવવા રવાના

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ચૂંટણી પ્રચરમાંથી ગાંધીનગર આવવા રવાના થયા. ગાંધીનગર પહોંચી તેઓ સીધાજ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને જઈ શ્રદ્ધાંજલી પાઠવશે. આજે બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રી મંડળની કેબિનેટની બેઠક મળશે. સદગત કેશુભાઈના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

અર્જુન મોઢવાડીયાએ કર્યું ટ્વિટ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને અમારા તમામના માર્ગદર્શક કેશુભાઈ પટેલનું નિધન થયું છે. તે દુઃખદ છે. કેશુબાપાની વિદાય અમને દિશાહીન કરી દેનારી છે. કેશુભાઈના પરિવાર અને ગુજરાતની જનતાની સાથે મારી સંવેદના વ્યક્ત કરૂં છું અને ઈશ્વર તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે.

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!