GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

સુપ્રિમ કોર્ટનાં આ એક ચુકાદાને લઈને વિવાદ વકરે એવાં એંધાણ, રાજકીય પક્ષો સરકારને હસ્તક્ષેપ કરવાની કરી રહ્યા છે માંગ

supreme court

સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામત મુદ્દે આપેલા ચુકાદાને લઇને વિવાદ વકરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. સુપ્રીમના નિર્ણય બાદ હવે એનડીએના જ સાથી પક્ષ એલજેપીએ આ મામલે સરકારને હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભાના સાંસદ ચિરાગ પાસવાને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અસહમતિ વ્યક્ત કરી છે. ચિરાગ પાસવાને માંગ કરી છે કે સરકાર કોર્ટના નિર્ણયને પલટી અનામતની વ્યવસ્થા પહેલાની જેમ જ યથાવત રાખે. ચિરાગ પાસવાને સોમવારે સંસદમાં પણ આ મામલો ઉઠાવવાની વાત કહી છે.

ચિરાગ પાસવાન શુન્યકાળ દરમ્યાન આ મામલો ઉઠાવશે. જો કે મામલાનું રાજકીય મહત્વ જોતા ચિરાગ પાસવાનને વિપક્ષ સહિત અનેક પક્ષોનું સમર્થન મળે તેવી પૂરી શક્યતા છે. આથી સંસદના બંને ગૃહોમાં ફરી બબાલ મચી શકે છે. બીજી તરફ એલજેપીના સંસ્થાપક અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને પણ સોમવારે રાત્રે સંસદના બંને ગૃહોના એસસી-એસટી સાંસદો માટે મિલન સમારોહ યોજ્યો છે. જેમાં તમામ પક્ષોના સાંસદો સામેલ થશે. એવું મનાઇ રહ્યું છે કે આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય મુદ્દે પણ ચર્ચા થશે.

બીજી તરફ કોંગ્રેસે પણ એસસી-એસટી સમુદાયને અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનો વિરોધ કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક તેમજ દલિત નેતા ઉદિત રાજે દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય ખાતે જ્યારે કે મલ્લિકાર્જુન ખડગેએ બેંગાલુરૂમાં પ્રેસ કોન્ફરન્સ યોજી આ મામલે સવાલો ઉઠાવ્યા. મુકુલ વાસનિકે જણાવ્યું કે સુપ્રીમના નિર્ણયે એસસી-એસટી સમુદાયને મળી રહેલા અનામતને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે અમે આ નિર્ણય સાથે સહમત નથી. બંધારણે એસસી-એસટી સમુદાયને જે અધિકાર આપ્યા છે તેના પર સર્વસામાન્ય સહમતિ છે.

પરંતુ આજની સરકારમાં મહત્વપૂર્ણ પદ પર બેઠેલા લોકોના નિવેદનો વંચિતોના અધિકારો પર સંકટ ઉભું કરે છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ થોડા સમય પહેલા અનામત પર પુનર્વિચાર કરવાની વાત કહી હતી. બીજી તરફ બેંગાલુરૂમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે એસસી-એસટી સમુદાયના લોકોમાં ચિંતા પ્રસરી રહી છે. અમે સંસદની અંદર અને બહાર આ મુદ્દો ઉઠાવીશું. ભાજપ અને આરએસએસ ઘણા લાંબા સમયથી અનામતને હટાવવાના પ્રયાસોમાં લાગ્યા છે.

સુપ્રીમ કોર્ટએ સરકારી નોકરીઓમાં આરક્ષણના દાવાની અવહેલના કરતા કહ્યું કે, સરકારી નોકરીઓમાં દાવો કરવો એ કોઈ મૌલીક આધિકાર નથી અને કોઈ પણ અદાલત રાજ્ય સરકારને એસસી/એસટીને આરક્ષણ આપવા આદેશ ના આપી શકે. કોર્ટે કહ્યુકે, તે પુરી રીતે રાજ્ય સરકારોનાં વિવેક પર નિર્ભર છેકે, તેમણે આરક્ષણ અથવા પદોન્નતિમાં આરક્ષણ આપવું છેકે નહી.

એટલા માટે રાજ્ય સરકારો તેને અનિવાર્ય રુપથી લાગૂ કરવા માટે બાધ્ય નથી. કોર્ટે સ્પષ્ટ કર્યુ છેકે, રાજ્ય સરકારો જ્યારે આરક્ષણ આપવા માંગે છે તો સરકારી સર્વિસમાં અનુસૂચુત જાતિ(SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ને પર્યાપ્ત પ્રતિનિધિત્વ માટે ડેટા જોડવાથી બાધ્ય છે.

જસ્ટીસ એલ નાગેશ્વર રાવ અને હેમંત ગુપ્તાની ખંડપીઠે શુક્રવારે કહ્યું હતું કે, રાજ્ય સરકાર આરક્ષણ આપવા માટે બાધ્ય નથી. બઢતીમાં આરક્ષણનો દાવો કરવો કોઈ પણ વ્યક્તિનો મૌલીક અધીકાર નથી અને તે માટે અદાલત રાજ્ય સરકારને આદેશના આપી શકે.

મહત્વનું છે કે એસસી/એસટીના પક્ષમાં આરક્ષણ આપવા માટે બંધારણના અનુચ્છેદ 16માં જોગવાઈ કરવામાં આવી છે, જેના પર નિર્ણય રાજ્ય સરકાર પોતાના વિવેક અનુસાર કરી શકે છે.

જો સરકાર આવુ આરક્ષણ આપવા ઈચ્છે તો, રાજ્ય સરકારે પહેલા જાહેર સેવાઓમાં જે તે વર્ગની રજૂઆતના સંબંધે ડેટા ભેગો કરવો પડશે કારણકે આરક્ષણ વિરુદ્ધ રજૂ કરવામાં આવે ત્યારે આવા આંકડા કોર્ટમાં રજૂ કરવા પડશે.

READ ALSO

Related posts

અમિત શાહે વાવાઝોડાની પરિસ્થિતિની સમિક્ષા કરવા યોજી ઉચ્ચસ્તરીય બેઠક, સીએમ રૂપાણી સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગથી કરી ચર્ચા

Nilesh Jethva

ભૂલથી પણ જાહેરમાં બીડી કે સીગારેટ પીતાં પકડાયા તો થશે 3 મહિનાની સજા, આ રાજ્યે લીધો નિર્ણય

Ankita Trada

42 ખાનગી હોસ્પિટલે કોરોનાના દર્દીને આપવી પડશે સારવાર, ના પાડે તો આ અધિકારીને સીધો કરો ફોન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!