GSTV

કોરોનાકાળમાં ઉતરાયણ પર્વની રાજકીય નેતાઓએ હર્ષોઉલ્લાસ સાથે કરી ઉજવણી, લોકોને પાઠવી શુભેચ્છા

ધ્રાંગધ્રામાં પ્રદેશ ભાજપના આગેવાન આઇ.કે. જાડેજાએ પરિવારજનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આઇ.કે. જાડેજાએ પોતાના નિવાસસ્થાને પતંગોત્સવની મજા માણી લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ નવા વર્ષમાં કોરોનાની મહામારીમાંથી સમગ્ર દેશ સંપૂર્ણપણે બહાર આવે તેવી આશા વ્યક્ત કરી હતી.

સાથે પાટણ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પાટણવાસીઓ ધાબા, ફ્લેટ અને છાપરા પર પતંગ ચગાવતા જોવા મળ્યા હતા.પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે પણ ધાબા પર પતંગ ચગાવી હતી. ત્યારે તેમનો આકાશી પતંગ તેમજ રાજકીય પતંગ કેવો ચાગ્યો છે તે તેમણે gstv સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યમાં ફરી એક વખત કોંગ્રેસનું શાશન આવશે તેમજ ભાજપ ને તે ફાવવા નહિ દે તેવી આશા વ્યક્ત કરી હતી.

ભાજપ લંગસિયા નાખી તેમના પતંગ રૂપી સભ્યોને લઈ જશે તેવા જવાબમાં જણાવ્યું કે ભાજપની આદત છે કે, કોંગ્રેસમાં સારા નેતા હોય તેમને તેઓ એનકેન પ્રકારે લઈ જતા હોય છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પરિવારજનો સાથે ઉત્તરાયણની મજા માણી હતી. ઉત્તરાયણની શુભેચ્છા પાઠવવા સાથે કોરોના ગાઈડ લાઈનના પાલનની ભરુચ જીલ્લા પ્રમુખે લોકોને અપીલ કરી.

READ ALSO

Related posts

રશિયા અમેરિકાના મજબૂત થતા સંબંધો: પુતિને ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટીની મુદ્દત વધુ 5 વર્ષ વધારી

Pritesh Mehta

હાઈટ વધારવામાં મદદ કરે છે આ ફૂડ્સ, વધી રહેલાં બાળકોનાં ડાયેટમાં જરૂર કરો સામેલ

Mansi Patel

15 વર્ષે છોકરીએ મેડિકલ ટેસ્ટ કરાવતા થયો ચોંકાવનારો ખુલાસો, તમે પણ હકીકત સાંભળી સ્તબ્ધ થઇ જશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!