GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

‘વાયુ’ને લઈને નેતાઓની સતર્કતા, રાજકિય નેતાઓ સોશ્યલ મીડિયા પર સક્રિય જોવા મળ્યા

વાવાઝોડા

ગુજરાતમા કુદરતી કહેર એવા ‘વાયુ’ વાવાઝોડાની દિશા બદલાઇ છે, પરંતુ હજુ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયા કિનારે નુકશાન થવાની શક્યતા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે માટે ગુજરાતને હવે વધુ નુકશાન નહીં થાય. પરંતુ તોફાની પવનો સાથે ધોધમાર વરસાદ આવવાની શક્યતા ભરપૂર જોવા મળે છે. જો કે હજુ પણ સરકાર કોઇ કચાશ રાખવા માગતી નથી. તેમજ કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે સક્ષમ છે. જો કે વાવાઝોડાને ધ્યાને રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારનાં અધિકારીઓ સહિત નેતાઓ અને મંત્રીઓ તેમજ સ્થાનિક ધારાસભ્યો-સાંસદો પણ દોડતા જોવા મળ્યાં હતાં.

રાજકીય નેતાઓ ‘વાયુ’ વાવાઝોડાને લઈને સોશિયલ મીડિયામાં સક્રીય જોવા મળ્યા છે.  તેમજ દરેક નેતાઓએ સોશ્યલ મીડિયામાં પોતાની લાગણી દર્શાવી પ્રભાવિત સ્થળો અને લોકોને મદદ કરવાની અપીલ કરી હતી.

રાહુલ ગાંધી

‘વાયુ’વાવાઝોડું ગુજરાતના દરિયાની નજીક પહોંચવાનું છે. હું ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને વિનંતી કરૂં છું કે તેઓ અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ કરવા માટે તૈયાર રહે. હું વાવાઝોડામા અસર થનાર લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાથના કરૂં છું.

નરેન્દ્ર મોદી

કેન્દ્ર સરકાર ગુજરાત અને ભારતના અન્ય ભાગમાં ‘વાયુ’ વાવાઝોડની પરિસ્થિતિ પર નજર રાખી રહીં છે. હું રાજ્ય સરકારની સાથે સતત સંપર્કમાં છું. NDRF અને અન્ય એજન્સીઓ 24 કલાક કામ કરીને શક્ય તમામ સહાય પૂરી પાડશે.

અમિત શાહ

‘વાયુ’ વાવાઝોડું પોરબંદર અને દીવ વચ્ચેના દરિયા કિનારેથી પસાર થવાની અપેક્ષા છે, હું લોકોની સલામતી માટે પ્રાથના કરૂં છું.

ગૃહ મંત્રાલય રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશ અને સેન્ટ્રલ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. NDRFની 52 ટીમની નિમણૂંક કરી દેવામાં આવી છે. દરેક ટીમ પાસે બોટ, ટ્રી કટર અને ટેલિકોમ વગેરે સાધનો છે.

પરેશ ધાનાણી

“”વાવાઝોડાનો વર્તારો””

આપત્તિનાં સમયે સંયમ સાથે સામુહિક

રીતે સરકારી તંત્રને સહયોગ કરવા આગળ

આવવું તેમજ દરેક પ્રકારના વાવાઝોડાનો

સહજતાથી સમજણ પૂર્વક સામનો કરવા

માટે કાયમી તૈયાર રહેવું ખૂબ જરૂરી છે..! 

જય જય ગરવી ગુજરાત.

જીગ્નેશ મેવાણી

આગાહી મુજબ ગુજરાતમાં જો વાવાઝોડાનો કેર વર્તાય તો જ્યાં પણ મારા સંગઠનના મિત્રો છે તેઓ પ્રશાસનને મદદ કરવા લાગી જાય એવી ખાસ અપીલ કરું છું. આ સંજોગોમાં અમે સંપૂર્ણપણે ગુજરાત સરકારની સાથે રહીને નાગરિક કર્તવ્ય અદા કરવા તૈયાર છીએ.

READ ALSO

Related posts

આખરે તીડને આગળ વધતા અટકાવવાનો માર્ગ મળ્યો, સંપૂર્ણ નાબૂદ થશે

Dilip Patel

કુલગામમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

Mansi Patel

દાહોદમાં વહેલી સવારે ધોધમાર વરસ્યો વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!