GSTV
India News Trending

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ / આ કારણે શિંદેએ શિવસેના સાથે કર્યો બળવો, જાણો શું છે કારણ

શિવસેના

મહારાષ્ટ્રમાં મંગળવારથી ઉદ્ધવ ઠાકરેની સરકારના મંત્રી એકનાથ શિંદેએ સહિત 30થી વધુ ધારાસભ્યોએ બળવાખોર વલણ અપનાવ્યું જેના પગલે રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારને સંકટમાં મુકાઈ ગઈ છે. જોકે, બળવાના બે દિવસ અગાઉ શિંદેની રાજ્યના કેબિનેટ પ્રધાન અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને શિવસેનાના સાંસદ સંજય રાઉત સાથે ઉગ્ર દલીલ કરી હતી. તમને જણાવી દઈએ કે અહીં વિધાન પરિષદની ચૂંટણી માટે શિવસેનાના ધારાસભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.

એક સૂત્રએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી માટે વધારાના વોટનો ઉપયોગ કરવાને લઈને તેમની વચ્ચે વિવાદ થયો હતો. શિંદે કોંગ્રેસના ઉમેદવારને મત આપવાનો વિરોધ કરી રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ભાઈ જગતાપને જરૂરી મતો મળ્યા, પરંતુ અન્ય ઉમેદવાર ચંદ્રકાંત હંડોર ચૂંટણી હારી ગયા હતા.

એક અહેવાલ અનુસાર, સૂત્રએ કહ્યું કે, “બે દિવસ પહેલા મુંબઈની એક હોટલમાં વિધાન પરિષદની ચૂંટણીમાં વોટના ઉપયોગને લઈને વાતચીત થઈ રહી હતી. એકનાથ શિંદેને સંજય રાઉત અને આદિત્ય ઠાકરે સાથે મતભેદ થયા હતા. શિંદે કોંગ્રેસના ઉમેદવારોને એમએલસી તરીકે ચૂંટવા માટે શિવસેનાના ધારાસભ્યોના મતનો ઉપયોગ કરવાના વિરોધમાં હતા. બંને પક્ષો વચ્ચે બોલાચાલી ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી. એવું લાગે છે કે આ બળવા માટે નિર્ણાયક પરિબળ હોઈ શકે છે.” ભાજપે પાંચ બેઠક જીતી જ્યારે શિવસેના અને એનસીપીએ બે-બે બેઠક પર વિજય મેળવ્યો હતો.

READ ALSO

Related posts

વાઇરલ વિડીયો / કપડાં પર મોઢાથી પાણી છાંટતો જોવા મળ્યો એક વ્યક્તિ, ઈસ્ત્રી કરવાની વિચિત્ર રીત જોઈને આશ્ચર્યચકિત થયા લોકો

GSTV Web Desk

લાલ બત્તી સમાન કિસ્સો / સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે ફ્રેન્ડશિપ કરતા 100 વાર વિચારજો! આરોપીઓએ ખૂબ જ હલકી કક્ષાનું કર્યું કૃત્ય

Zainul Ansari

RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ

Hardik Hingu
GSTV