GSTV

ગોવામાં મનોહર પર્રિકરના નિધન બાદ પ્રમોદ સાવંતે મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી

Last Updated on March 19, 2019 by Mayur Vora

ગોવામાં મનોહર પર્રિકરના નિધન બાદ પ્રમોદ સાવંતે મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી છે. વિધાનસભા સ્પીકર પદે રહી ચુકેલા પ્રમોદ સાવંતની સાથે ગોવાને બે ડેપ્યુટી સીએમ પણ મળ્યા છે. આમ સીએમ સાથે કુલ 11 નેતાઓએ પ્રધાન પદના શપથ લીધા હતા. મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના સુદીન ધાવલીકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈએ ડેપ્યુટી સીએમ તરીકેના શપથ ગ્રહણ કર્યા છે.  

ગોવામાં ભાજપના સહયોગી પાર્ટીઓ સાથે મોડી રાત સુધી ચાલેલા મંથન બાદ રાતે બે વાગ્યા રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલે સપથ અપાવ્યા હતા. નવનિયુક્ત સીએમ પ્રમોદ સાવંતે શપથ ગ્રહણ બાદ કહ્યુ હતુ કે, મારે તમામ સહયોગીઓ સાથે એક સ્થિરતા સાથે આગળ વધવાનું છે. અધુરા સપનાઓ પૂરા કરવા મારી જવાબદારી છે. તેમણે કહ્યુ કે તેઓ મનોહર પર્રિકર જેટલુ કામ તો નહી કરી શકે પરંતુ બને તેટલુ કામ કરવાનો પ્રયાસ કરશે.  

ગોવામાં મુખ્ય પ્રધાન તરીકે પ્રમોદ સાવંતે સીએમ પદના શપથ લીધા છે. તો ડેપ્યુટી સીએમ પદ તરીકે મહારાષ્ટ્ર ગોમંતક પાર્ટીના સુધીન ધાવલીકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈએ શપથ ગ્રહણ કર્યા છે.

આ સિવાય પ્રમોદ સાવતંના કેબિનેટ પ્રધાનો પર નજર કરીએ તો એમજીપીના મનોહર અજગાંવકર, ભાજપના મૌવિન ગોડિન્હો, વિશ્વજીત રાણે, મિલિંદ નાઈક અને નિલેશ કૈબરલે શપથ ગ્રહણ કર્યા છે. આ ઉપરાંત ગોવા ફોરવર્ડ પાર્ટીના વિનોદ પલ્યેકર અને જયેશ સાલગાંવકરે શપથ લીધા છે. જ્યારે અપક્ષ ધારાસભ્ય રોહન ખૈતાન અને ગોવિંદ ગાવડેને પણ કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે.  

Related posts

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!