GSTV
Home » News » ભારતમાં લોકસભા ચૂંટણી દરમ્યાન ફેસબુકે આવી રીતે કરી અધધ કમાણી

ભારતમાં લોકસભા ચૂંટણી દરમ્યાન ફેસબુકે આવી રીતે કરી અધધ કમાણી

રાજકીય પાર્ટીઓએ 19 મેએ પુરા થયેલાં સાતમા તબક્કાનાં મતદાન સુધીમાં ફેસબુકમાં જાહેરાત માટે 27.23 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેમાં ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ રહી છે. ભારત માટે ફેસબુક જાહેરાત લાયબ્રેરીનાં નવીનતમ ડેટા મુજબ પોતાનો પ્રચાર કરવા માટે 19 ફેબ્રુઆરીથી 19મે સુધીમાં રાજકીય પાર્ટીઓએ પેસબુક ઉપર 1,24,094 જાહેરાતો નાંખી છે.

ફેસબુક ઉપર કોંગ્રેસે 1.08 કરોડ રૂપિયાની જાહેરાતો બતાવી હતી, તો તેની સરખામણીએ ભાજપે 200 ટકા વધારે 4 કરોડ રૂપિયા જાહેરાતમાં ખર્ચ કર્યા હતા. તેલૂગુ દેશમ પાર્ટી, વાઈએસઆર કોંગ્રેસ અને બીજૂ જનતા દળ જેવી પાર્ટીઓ પણ લીસ્ટમાં છે.

ફેસબુક એડ લાઈબ્રેરી એક ડેટાબેસ છે, જેમાં રાજકારણ સાથે સંબંધિત જાહેરાતો અને ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર ચાલતાં રાષ્ટ્રીય મુદ્દાઓ સામેલ રહે છે. રાજકીય દળોનાં સમર્થક અને સહયોગી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધારે ખર્ચ કરે છે.

ભારતીય ચૂંટણી પંચે જાહેરાત કરી છેકે, વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી હટાવાયેલી પોસ્ટમાં સૌથી વધુ ફેસબુકે 600 પોસ્ટોને હટાવી હતી. ફેસબુકે હટાવેલી પોસ્ટોમાં 482 પોસ્ટો સાયલન્સ પીરિયડ દરમ્યાનની રાજકીય પોસ્ટો હતી. ફેસબુકે કહ્યુ છેકે, ભારતમાં રોજનાં 10 લાખ ખોટા અકાઉન્ટ્સ હટાવાઈ રહ્યા છે.

ચૂંટણી પંચે જણાવ્યુ હતુકે, સોશિયલ મીડિયામાં 73 પોસ્ટ સાયલન્સ પિરીયડ દરમ્યાનનાં રાજકીય પોસ્ટ હતી. 2 આચાર સંહિતાના ઉલ્લંઘનની હતી, 43 મતદાતા “ગલત સૂચના”થી સંબંધિત હતી, 28ને શાલીનતાની સીમાને પાર કરવા માટે ગણવામાં આવી હતી. જ્યારે 11 પોસ્ટ એક્ઝિટ પોલથી સંબંધિત નફરત ભરેલાં ભાષણ હતા.

READ ALSO

Related posts

અલવિદા ગઠબંધન, તમામ નાની-મોટી ચૂંટણીઓ પોતાના દમ પર લડીશું : માયાવતી

Arohi

પાછલા 30 વર્ષમાં ભારતીયોએ જે કાળું નાણું દેશની બહાર મોકલ્યું… તે આંકડો તો જુઓ, આંખો પહોંળી થઈ જશે

Arohi

બીએસએનલે કંપનીના કર્મચારીઓને પગાર ચૂકવવા નાણાં નથી, ફંડની માગણી કરવી પડે તેવી સ્થિતિ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!