GSTV

હેરિટેજ સીટી / અમદાવાદના હેરિટેજ વારસાને જાળવવા બનશે પોલીસી, મકાન માલિક જાળવણી ન કરે તો થઇ શકે છે ટેકઆેવર

Last Updated on November 23, 2021 by Vishvesh Dave

અમદાવાદને હેરિટેજ સીટીનું બિરૂદ મળ્યું છે. જેથી હેરિટેજ વારસાને જાળવવા આગામી દિવસોમાં જુન 2022 સુધીમાં મહાનગરપાલિકાના હેરીટેજ ટ્રસ્ટ દ્વારા હેરિટેજ પોલીસી જાહેર કરવામાં આવશે. આ પોલિસીમાં જો મકાન માલિક મકાનની જાળવણી કરવા માંગતો ન હોય તો તેનું મકાન મહાનગરપાલિકા ટેક ઓવર કરી શકે તેવા પ્રકારની જોગવાઇ પણ કરવામાં આવે તેવી શક્યતા છે.

Explore India's First UNESCO World Heritage City - Ahmedabad | Heritage  Monuments

અમદાવાદના હેરિટેજ વારસાને જાળવવા બનાવાશે પોલીસી

2017માં અમદાવાદ હેરીટેજ સીટી બન્યુ ત્યારે શહેરમાં 2300 મકાનો હતા. ત્યારબાદ તંત્રએ 1700 હેરીટેજ મકાનોનો સર્વે કર્યો તો જાણવા મળ્યુ કે 30 ટકા મકાનો સાથે કોઇ કોઇ રીતે છે઼ડછાડ કરવામા આવી છે. હેરીટેજ વારસાને નુકશાન કરનારા સામે રહી રહીને જાગેલા તંત્રએ 2019માં 31 હેરીટેજ મકાનોને સીલ મારવાની કામગીરી કર્યા બાદ ડેમોલીસનની કામગીરી કરી. આમ હેરીટેજ વારસાને તંત્ર જાળવી શકતુ નથી.

ચાર વર્ષ બાદ હેરિટેજ સિટીનો રિવ્યૂ થાય છે અને શહેરનો પ્રથમ રીવ્યુ પુર્ણ થયો છે. જેમાં સિટી હેરિટેજ વારસો જાળવી શકે છે કે કેમ? તેનું નિરીક્ષણ કરવામાં આવે છે હવે જો આ રીતે હેરિટેજ મકાનો દૂર થતાં રહ્યાં તો ભવિષ્યમા બીજો સર્વે થશે તો અમદાવાદ હેરિટેજ સિટીનું બિરૂદ જોખમાઈ શકે છે આ બાબતને જોતાં કૉર્પોરેશન હેરિટેજ પોલીસી તૈયાર કરી રહી છે. પહેલા આ અંગેની કામગીરી એક કંપનીને સોંપવામાં આવી હતી પણ તેની કામગીરી યોગ્ય ન હોવાથી તેને દુર કરી છે.

હેરિટેજ ખાતાએ જાતે પોલીસી તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. જેની કામગીરી હાલ ચાલી રહી છે. આ પોલિસીમાં વિવિધ જોગવાઇ હશે. તેમાં જો કોઈ મકાન માલિક હેરિટેજ વારસો જાળવી ન શકે તેમ હોય તો તેનું મકાન તંત્ર ટેક ઓવર કરી શકે છે.

-હેરિટેજ મકાન ધારકોને હાલ જે ટીડીઆર આપવામાં આવે છે તેની પ્રોસેસ લાંબી જે સરળ કરવી

-રીવોલ્વિંગ ફંડ ઉભુ કરવામા આવશે જેથી કોઇ મકાનધારક પાસે મકાન મરામત પાસે પૈસા ન હોય તે બાંહેધરી લઇ મરામત માટે નાણા આપી શકાય વગેરે જેવી જોગવાઇ કરવામાં આવશે.

જોકે આ સમગ્ર બાબતને મંજુર કરવા માટે હેરીટેજ ટ્રસ્ટને કોર્પોરેશનની મંજુરી મળે તે જરુરી છે. હવે જોવાનું એ રહે છે કે હેરીટેજ પોલીસી ક્યારે બને છે અને તેને કારણે હેરીટેજ વારસાને જાળવવામા કેટલી સફળતા મળે છે.

ALSO READ

Related posts

Big News/ આ દેશોમાંથી ગુજરાત આવી રહેલા લોકો માટે RTPCR ફરજિયાત, કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારનો મોટો નિર્ણય

Bansari

NEET PG કાઉન્સેલિંગ મોકૂફ રાખવા બદલ અમદાવાદના તબીબોમાં નારાજગી, રાજ્યભરમાં કરશે જોરદાર વિરોધ

Pravin Makwana

દ્વારકા/ ભાજપના અગ્રણી મનસુખ પરમારનું માર્ગ અકસ્માતમાં નિધન, સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!