GSTV

જયારે ટીવીની એક્ટ્રેસ પાસે પોલીસવાળાએ કરી હતી બિકીની ફોટોની ડિમાન્ડ, આ રીતે ખોલી હતી પોલ

Last Updated on September 14, 2021 by Bansari

આજના સમયમાં સોશિયલ મીડિયા માત્ર પોતાની ફોટો અપલોડ કરવા માટે જ નથી રહી ગયું. લોકો અહીં પોતાના દિલની વાત કહે છે. કેટલાક લોકો પોતાની ખરાબ આદતનો ઉલ્લેખ કરે છે અને કેટલાક લોકો પોતાની સાથે થયલે ખોટા કામને જાણવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે. એવું જ કઈ એક ટીવી એક્ટ્રેસે પણ કર્યું હતું જયારે એક પોલીસ વાળાએ કઈક માંગી લીધું હતું કે એમને જ શરમ આવી ગઈ હતી.

પોલીસવાળાએ કરી હતી બિકીનીની ડિમાન્ડ

નાના પરદાના લોકપ્રિય શો ‘કુમકુમ ભાગ્ય’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળેલ શિખા સિંહ પાસે એક પોલીસ વાળાએ એવી ડિમાન્ડ મૂકી દીધી હતી કે તમે જાણી દંગ રહી જશો. શિખાએ વર્ષ 2018માં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો અપલોડ કરી હતી. જેના માટે એમની ખુબ તારીફ કરવામાં આવી રહી હતી. પરંતુ આ વચ્ચે શિખાનું ધ્યાન એક કોમેન્ટ પર ગયું, જે જગદીશ ગુંજે કરી હતી. તેમણે લખ્યું હતું, ‘સુંદર તસ્વીર, પરંતુ પ્લીઝ નવા વર્ષની ભેટ તરીકે બિકીની અને માઈક્રો મીની વાળી તસવીરો શેર કરો.’ ત્યાર પછી શિખા ભડકી ગઈ. પરંતુ એમનો ગુસ્સો ત્યારે આસમાને પહોંચ્યો જયારે એમના એક મિત્ર એ જણાવ્યું કે તે એક પોલીસ ઓફિસર છે.

શિખા સિંહએ બધાને જણાવી કરતૂત

હવે આ ઓફિસરની કરતૂત બધાને જણાવવા માટે શિખાએ જગદીશની કોમેન્ટ અને પ્રોફાઈલનો સ્ક્રીનશોટ લઇ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. એની સાથે જ એણે લખ્યું હતું, ‘લોકો માત્ર તમારા સુધી પહોંચી નથી શકતા એનો મતલબ એ નથી કે તેઓ ગાળ નહિ આપી શકે. જબરદસ્તી અપમાન અને દિલ દુખાવવા વાળા શબ્દ, તમે બચીને નહિ ભાગી શકો જગદીશ સિંહ. શરમ આવી જોઈએ.’

શિખા સિંહનું કરિયર

એકતા કપૂરના ટીવી શો ‘કુમકુમ ભાગ્ય’માં શબ્બીર આહલુવાલિયાની બહેન આલિયાની ભૂમિકા ભજવનાર શિખા સિંહ તાજેતરમાં માતા બની છે. માતા બન્યા બાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વખત સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે. તમને જણાવી દઈએ કે શિખાએ સિરિયલ ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ થી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, તે ‘ના આના ઇસ દેસ લાડો’, ‘સસુરાલ સિમર કા’ અને ‘લાલ ઇશ્ક’ માં જોવા મળી હતી.

Read Also

Related posts

આ છે વિશ્વના પાંચ એવા બ્રીજ જેને ઓળંગવા માટે જીવ હથેળી પર લઇને પડે છે ફરવું, જો તમે છો રોમાંચના શોખીન તો એકવાર જરૂર લો મુલાકાત…

Zainul Ansari

સારા સમાચાર! સરકાર તમામ ખેડૂતોને આપશે કિસાન ક્રેડિટ કાર્ડ, અહીં અરજી કરો અને મેળવો લાભ

Vishvesh Dave

સેલરી માટે પરેશાન યુવક સાથે માલિકની નિચલી કક્ષાની હરકત, પગારના નામે પકડાવી દીધી સિક્કાઓથી ભરેલી ડોલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!