GSTV

ક્રિપ્ટો કરન્સીની 14 કરોડની ઠગાઈમાં ચોંકાવનારો ખુલાસો, ચાર પીઆઈ અને ત્રણ ધારાસભ્યોના રૂપિયા ફસાયા

Last Updated on July 24, 2019 by Alap Ramani

સુરતમાં ફેક ક્રિપ્ટો કરન્સીથી 14 કરોડની ઠગાઈ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ફેક ક્રિપ્ટો કરન્સીના રોકાણમાં ચાર પીઆઈ અને ત્રણ ધારાસભ્યોના રૂપિયા ફસાયા હોવાનું સુત્ર કહી રહ્યા છે. ફેક કરન્સી કોઈનમાં પોલીસ અધિકારીઓથી માંડીને રાજકારણી, બિલ્ડરો પણ ફસાયા છે. કામરેજથી ભરૂચ સુધીના જમીન દલાલ તેમજ ખેડૂતોએ ક્રપ્ટો કરન્સીના નામે મોટુ રોકાણ કર્યુ હતુ.

ચાર પીઆઈ કક્ષાના અધિકારીઓના નામ રોકાણ કરાવનાર તરીકે પણ ચર્ચામાં આવ્યા છે. રોહિત કપોપરા આણી મંડળી દ્વારા એનસીઆર કોઈન શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં અસંખ્ય લોકોના નાણા સલવાયા હોવાનો ખુલાસો થયો છે. બિલ્ડર ચેતન ગંગાણીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા સમગ્ર ખુલાસો થયો હતો. ક્રાઈમ બ્રાન્ચ હમણાં સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. કામરેજ પીઆઇ એલ.બી.ડાભી હજી પોલીસ પકડથી દૂર છે.  ક્રાઈમ બ્રાન્ચ ઊંડાણપૂર્વકની તપાસ કરે તો મોટા વ્યવહારો સામે આવે તેવી શકયતા છે.

 

Related posts

મનપાનો મહાસંગ્રામ / 11 વોર્ડની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 44-44 ઉમેદવારો મેદાને, શરૂ કર્યો લોકસંપર્ક

Pritesh Mehta

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta

ONGCના પાપે ખેડૂતોને ડામ, ગેસ કોર્પોરેશનના રસ્તાઓને કારણે નથી થતો વરસાદી પાણીનો કુદરતી નિકાલ, જગતનો તાત પાક લે તો લે કઈ રીતે?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!