GSTV
Surat Trending ગુજરાત

સુરતમાં જાહેરમાં સ્ટંટ કરતા બાઈકરો સાવધાન, પોલીસે બનાવ્યો છે આ એક્શન પ્લાન

સુરતમાં જોખમીં બાઈક સ્ટંટ કરનારાઓ સામે પોલીસ હવે એકશનમાં આવી ગઈ છે. સ્ટંટ કરનાર સામે કાર્યવાહિની તૈયારી સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. વીડિયોને આધારે પોલીસે જોખમી સ્ટંટ કરનારા લોકોની શોધખોળ શરૂ કરી છે અને જે પણ જગ્યાએ સ્ટંટ કરવામાં આવે છે તે જગ્યાઓ પર પોલીસ ચાંપતી નજર રાખશે. જેમા શની રવીના દિવસે પોલીસ ખાસ સતર્ક રહશે. મહત્વનું છે કે જોખમી સ્ટંટ કરવામા બાઈકર્સ પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. જેના પરિણામે પોલીસ હવે એકશનમાં આવી ગઈ છે.

સુરતમાં જોખમી બાઇક સ્ટન્ટ મામલે આખરે પોલીસે મોડે મોડે કાર્યવાહીનો દૌર શરૂ કર્યો છે. જોખમી બાઇક સ્ટન્ટ કરનાર શખ્સ સામે કાર્યવાહિની તૈયારી સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.જ્યાં સુરત ટ્રાફિક ડીસીપી દ્વારા ગુનો નોંધવાના આદેશ પણ શહેરની ઉમરા પોલીસને આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ અંગે સુરત શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી પ્રશાંત સુમ્બે એ જણાવ્યું હતું કે આવા જોખમી સ્ટન્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામા આવશે. જોખમી સ્ટન્ટ નો વિડીયો અમારા ધ્યાને આવ્યો છે..જ્યાં ગુનો નોંધી જોખમી સ્ટન્ટ કરનાર ની શોધખોળ શરૂ કરવામાં આવી છે..આગળથી આવી ઘટનાઓ ના બને તેના પર સઘન પ્રયાસ કરાશે. શનિ અને રવિવારના રોજ આવા પોઇન્ટ પર પોલીસની ચાંપતી નજર રહેશે..આવા જોખમી સ્ટન્ટ કરવા પર જીવને જોખમ બરાબર છે.

READ ALSO

Related posts

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu

સ્માર્ટફોનમાં શા માટે વારંવાર નેટવર્કની સમસ્યા આવે છે? તેને કઈ રીતે કરી શકાય છે હલ

Drashti Joshi

સ્કિનને સનબર્નથી બચાવશે એલોવેરા જેલ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

Siddhi Sheth
GSTV