વૃષ્ટિ કોઠારીના ગાયબ થવાના મામલે પોલીસે વૃષ્ટિના માતા પિતા સહિત 10 લોકોના નિવેદન લીધા બાદ હવે વૃષ્ટિના ગાયબ થવાના પગેરાની શોધખોળ સોહા અલી ખાન સુધી પહોંચી શકે છે. વૃષ્ટિ મુદ્દે સોહા અલી ખાને જ ટ્વીટ કરી સમગ્ર ઘટના પ્રકાશમાં લાવી હતી. જે પછી પોલીસ પણ વૃષ્ટિની શોધખોળ કરવા માટે આકાશ-પાતળ એક કરી દીધા હતા. આ પહેલા શિવમના મિત્રોના નિવેદનમાં પોલીસે જણાવ્યું હતું કે, શિવમ ખૂબ જ ડિપ્રેસનમાં રહેતો હતો. જે પછી અમદાવાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને સમગ્ર માહિતી આપી હતી.

અમદાવાદમાં વૃષ્ટિ અને શિવમ પટેલ મામલે અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. ડીસીપી ઝોન-એકના પોલીસ અધિકારી પ્રવીણ માલે જણાવ્યુ હતુ કે, આ મામલે તપાસ નવરંગપુરા પોલીસ કરી રહી છે. બન્નેના રેલવે સ્ટેશન નજીક સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. અને ટ્રેન મારફતે બંને જણા બહાર ગયા છે.


પોલીસે આ મામલે 10 જેટલા લોકોના નિવેદન નોંધાવી ચુકી છે. બન્ને ફોન બંધ છે અને જરૂર પડશે તો સોહા અલી ખાની પણ પૂછપરછ કરવામાં આવશે. ડીસીપીએ જણાવ્યુ હતુ કે, બન્નેના માતા-પિતાની પણ પૂછપરછ કરવામાં આવશે. પોલીસની તપાસમાં એક વિગત સામે આવે છે બન્ને વિદ્યાર્થી કાળથી એક બીજાને ઓળખતા હતા.

ડીસીપી પ્રવીણ માલે વધુમાં જણાવ્યુ હતુ કે, શિવમના ઘરેથી બિયર અને વાઈનની ખાલી બોટલો મળી આવી છે. જેથી આ મામલે પણ તપાસ કરવામાં આવશે. અને જરૂર પડશે તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પણ મદદ લેવામાં આવશે.
READ ALSO
- અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…
- મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત
- ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર
- વડોદરા શહેરમાં યુવતીઓની છેડતી કરતા રોમિયોની ખેર નથી, આ રીતની કરી છે તૈયારી
- ભાવનગર/ જૂના પાદર ગામના યુવકને પોલીસે ઢોર માર માર્યો, ખોટા કેસમાં ફસાવ્યાનો આરોપ