GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

ગુજરાતના આ પ્રખ્યાત મંદિરમાં બુલેટપ્રૂફ જેકેટ પહેરી પોલીસ ગોઠવાઈ, સુરક્ષામાં કરાયો વધારો

આઇબી એલર્ટ બાદ બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી તમામ બોર્ડર ઉપર ચેકીંગ થઇ રહી છે તો યાત્રાધામ અંબાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે હુમલાની દહેશત અને આગામી ભાદરવી પૂનમના મેળાને લઈને બોર્ડરવિંગના જવાનો સહિત પોલીસ ચોવીસ કલાક સુરક્ષાના સાધનો સાથે સજ્જ છે.

આઇ બીનું ગુજરાતમાં એલર્ટ છે. ચાર શકમંદ આતંકીઓ ઘૂસ્યા હોવાની વાત છે ત્યારે રાજસ્થાન અને ગુજરાતને જોડતી તમામ બોર્ડર ઉપર પોલીસનું ચેકિંગ છે.

પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી ખાતેની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવે છે. બોર્ડર વિંગના જવાનોપોલીસના જવાનો અને જી આર ડી જવાનો ચોવીસ કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

બોમ્બ સ્કોડ ચોવીસ કલાક હેલ્પલાઇન સહિત અંબાજી પોલીસને બુલેટપ્રૂફ જેકેટથી સજ્જ કરવામાં આવી છે ત્યારે અંબાજી મંદિરની તમામ જગ્યાએ સુરક્ષાનાં પોઇન્ટ ગોઠવાયા છે ત્યારે રાજસ્થાન અને અંબાજીને જોડતા સરહદ છાપરી બોર્ડર પર પણ પોલીસનું ચેકિંગ છે. પોલીસ સઘન ચેકિંગ સાથે સરહદ છાપરી બોર્ડર પર અંબાજી પોલીસ અને હોમગાર્ડના જવાનો રાજસ્થાનથી આવતી તમામ વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે જો કે બનાસકાંઠા પોલીસ હુમલાના એલર્ટને લઈને સજ્જ છે.

Read Also

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

ગુજરાતના 31 જિલ્લાના આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30મી સુધી રહેશે લોકડાઉન, જાણો તમારા ક્યાં વિસ્તારને નહી મળે છુટછાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!