GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને દોડાવ્યા, ફાટ્યા કપડાં

ગાંધીનગરમાં વિધાનસભાના ઘેરાવ કાર્યક્રમ સમયે પોલીસે કોંગી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી છે. સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા તરફ કૂચ કરતા હતા. આ સમયે પોલીસે સૌ પ્રથમ વોટર કેનનનો મારો ચલાવ્યો હતો.અને બાદમાં એકપછી એક કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને દોડાવ્યા હતા.અને બાદમાં તેમની પણ અટકાયત કરી હતી. તેઓએ આક્ષેપ લગાવ્યો કે પોલીસે તેમના કપડા પણ ફાડ્યા છે. વિધાનસભા કૂચ માટે મક્કમ કાર્યકરોએ રસ્તા પર ગોઠવેલા બેરિકેટસ તોડી નાખ્યા. અને પોલીસના વાહન પર હુમલો કરતા વાહનના કાચ તૂટયા હતા.જે બાદ વિફરેલી પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસની વિધાનસભા કૂચને પોલીસે મંજૂરી આપી પણ ન હતી.

સત્યાગ્રહ છાવણી ખાતે સભાનું કરવામાં આવ્યું હતું આયોજન

ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવ પહેલા કોંગ્રેસે સત્યાગ્રહ છાવણી ખાતે સભાનુ આયોજન કર્યુ હતુ. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ આગેવાની કરી હતી. શરૂઆતમાં કાર્યક્રમમાં પાર્ટી કાર્યકરોની પાંકી હજારી જોવા મળી. જોકે બાદમાં વિવિધ બેનર અને પાર્ટી ફ્લેગ સાથે કોંગી કાર્યકરો સભાસ્થળે પહોંચ્યા હતા. બિનસચિવાલય પરીક્ષા રદ કરવાના મુદ્દે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યકરોએ પણ બેનર્સ સાથે જોડાયા હતા.

સમગ્ર વિસ્તાર છાવણીમાં તબ્દિલ કરાયો હતો

ગાંધીનગરમાં કોંગ્રેસના વિધાનસભા ઘેરાવના કાર્યકર્મને લઈને વિધાનસભા આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. સત્યાગ્રહ છાવણી મેદાનને કોંગ્રેસી કાર્યકરો છોડશે તો તમામ લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા પોલીસ વડા તરફથી 06 એસ.પી, 25 ડીવાયએસપી ,40 પી.આઈ, 125 પીએસઆઈ, 1500 જેટલા પોલીસ કર્મી, વોટર કેનન, વ્રજ વાહન તૈનાત કરાયા છે. વિધાનસભાના મુખ્ય દરવાજાઓ પર પર ચેકીંગ અને બેરિકેટિંગ રાખવામાં આવ્યું છે. બીટીએસને પણ કાર્યક્મ કરવા મંજૂરી અપાઈ નથી. અને બીટીએસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરાઈ છે.

READ ALSO

Related posts

ભારે વરસાદના પગલે ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, નયનરમ્ય નજારો જોઈ લોકોમાં ખુશીની લહેર

Nilesh Jethva

BIG NEWS : 30થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપનીએ નિમવો પડશે કોરોના કોઓર્ડિનેટર

Karan

વાસાવડ : કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો, ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!