GSTV

ધૌલપુરમાં દેહવિક્રયના કાળા ધંધાનો પર્દાફાશ, પોલીસે સફળતાપૂર્વક મુક્ત કરાવી 21 બાળાઓ

રાજસ્થાનમાં ચાલી રહેલા આવાઝ કાર્યક્રમ હેઠળ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધીમરી ગામમાં શનિવારે મોદી રાત્રે મોટી કાર્યવાહી કરતા લગભગ 21 જેટલી બાળકીઓને મુક્ત કરાવવામાં આવી. આ મામલે સામે આવ્યું છે કે બાળકીઓને દેહવિક્રયના ધંધા માટે તૈયાર કરવામાં આવી રહી હતી.

દેહવિક્રય

રાજસ્થાનમાં દેહવિક્રયનો પર્દાફાશ

જિલ્લાના ધીમારી ગામમાં પહેલી વાર આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અત્યારસુધીની સૌથી વધુ નાની ઉંમરની દિકરીઓને મુક્ત કરાવવામાં આવી છે. ધીમારી ગામમાં દેહવિક્રયની સૂચના મળ્યા બાદ એસપી કેસર સિંહે સોમવારે આકેઝ કાર્યક્રમ હેઠળ 2 દિવસની જાગૃકતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પોલીસે સદા કપડામાં ધીમરી ગામના ઘરોમાં જઈને માહિતી એકત્રિત કરી હતી અને એસપીને સમગ્ર જાણકારીથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાઉન્સિલિંગમાં બાળાઓએ આપી ચોંકાવનારી માહિતી

શનિવારે મોટી સંખ્યામાં પહોંચેલ મહિલા શક્તિ દળ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ ઘરોમાંથી બાળાઓને નીકળીને સ્કૂલબસમાં બેસાડી લાવવામાં આવી. બાળ કલ્યાણ સમિતિના સભ્યો અને ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમને કાઉન્સિલિંગ દરમ્યાન બાળાઓએ દેહ વેપારમાં જોડાયેલી હોવાનું જણાવ્યું હતું. ધીમરી ગામ થી મુક્ત કરાવવામાં આવેલ 21 બાળાઓને ચાઈલ્ડ હેલ્પલાઇનમાં રાખવામાં આવી છે. બાળાઓને સોમવારે મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. ત્યારબાદ, તેમના અસ્થાયી રીતે કોઈ સ્થળે રાખવામાં આવશે.

ગરીબીને લીધે ધકેલાઈ દેહવિક્રયના કાદવમાં

એસપી કેસર સિંહ શેખાવતે જણાવ્યું કે તેમને સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ધીમરી ગામમાં દેહ વ્યાપાર થતો હોવાની માહિતી મળી હતી. મહિલા પોલીસને સૂચના મળી હતી કે કેટલાંક ઘરોમાં મોટી સંખ્યામાં નાની ઉંમરની દીકરીઓ રોકાયેલ છે જે બહારથી આવેલ છે. ત્યારબાદ મહિલા ટીમે બાળાઓને સમજાવીને ઘરો માંથી બહાર કાઢી હતી અને તેમની પૂછપરછ કરી હતી. તો સમગ્ર મામલો દેહવિક્રય સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. મુક્ત કરાવવામાં આવેલ 21 બાળાઓ માંથી અનેક બાળાઓ તો એવી છે જમણે પોલીસને પૂછપરછમાં કઈ જ નથી જણાવ્યું. તો, ઘણી બાળાઓએ દેહ વેપારની વાતનો સ્વીકાર કર્યો છે. પરંતુ, તેમનું કહેવું છે કે તેમના ભાઈ અને બહેન નાના છે ઘરમાં ગરીબી છે જેના કારણે તેઓ દેહ વેપાર કરવા મજબૂર છે અને તે પોતાની ઈચ્છાથી દેહ વેપારના ધંધામાં જોડાયેલી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!