અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો, 50 પાટીદારો વિરૂદ્ધ પણ આ ગુનો દાખલ

પાસ કન્વીરન અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. બે દિવસ અગાઉ સરથાણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાથે કરેલી ગેરવર્તૂણક મામલે આ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરતના ઉમરા પોલીસ સ્ટેશને ગઈકાલે પહોંચેલા પાટીદારો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો છે.

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે ત્યાં બહાર ઉભેલા પાટીદારો સુત્રોચ્ચાર ક્રયો હતા. જેને લઈને ઉમરા પોલીસ સ્ટેશને 40થી 50 લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજીતરફ સરકાર સામે આરપારની લડાઈ લડવાની તૈયારી કરવા અંગેની સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ ફરતી થઈ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter