GSTV
Home » News » રાજકોટમાં પોલીસની દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા, અનેક મોટા માથાના નામ સામે આવવાની શક્યતા

રાજકોટમાં પોલીસની દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા, અનેક મોટા માથાના નામ સામે આવવાની શક્યતા

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવી છે. રંગીલા રાજકોટમાં ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસની દારૂની મહેફિલના રંગમાં પોલીસે જ ભંગ પાડ્યો છે. પોલીસે બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યા. જ્યાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ કક્ષાના લોકો મહેફિલમાં હોવાની ચર્ચા છે. સુત્રોની માહિતી મુજબ નિવૃત્ત એએસઆઈ રાજભા ઝાલાની પાર્ટી હતી.

જેમાં 150 જેટલા પોલીસ કર્મીઓ સાથે કેટલાક પત્રકારો પણ મહેફિલમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો આ પાર્ટીમાં મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા છે. દરોડા બાદ ક્રિષ્ણા વોટર પાર્કના તમામ દરવાજા બંધ કરી દેવાયા અને અવરજવર બંધ કરી દેવાઈ હતી. દારૂની મહેફિલ મામલે 45થી વધુ પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. ત્યારે અનેક સવાલો ઉઠ્યા છે.

કાયદાના રક્ષકો જ જો કાયદાનો ભંગ કરે તો કોને કહેવા જવું? કાયદાના રક્ષકો જ દારૂ પીને દારૂબંધીનો અમલ કેવી રીતે કરાવશે? જો દારૂની પાર્ટી ચાલતી હતી તો મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો? આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ભારે ચકચાર મચાવી છે.

READ ALSO

Related posts

ગુજરાત સરકારની ઉંઘ ઉડાડવા હાર્દિક પટેલ ફરી આવ્યો મેદાને, લીધો આ નિર્ણય

Nilesh Jethva

જામનગરમાં એક્સ આર્મી મેને મજૂર પર ફાયરિંગ કર્યું

Nilesh Jethva

4 વર્ષના બાળકના અપહરણ બાદ હેમખેમ છૂટકારો છતા પણ પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!