GSTV
Banaskantha Trending ગુજરાત

લગ્ન પ્રસંગમાં ગાઈડલાઈનના ધજાગરા: વરરાજા, તેના પિતા સહિત 17 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, સામાન કર્યો જપ્ત

લગ્ન પ્રસંગે કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ પોલીસ રેડનો પહેલો બનાવ સાબરકાંઠામા બન્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજના અમરાપુર ગામે લગ્ન પ્રસંગે ભીડ ભેગી થતા પોલીસે રેડ પાડી હતી.

લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ભાન ભૂલ્યા હતા. વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો હતો. પોલીસે આ લગ્નના વરઘોડા પર રેડ પાડી હતી. પોલીસે ડીજે સહિતનો માલસામાન જપ્ત કર્યો. વગર મંજૂરીએ લગ્ન અને વરઘોડો કાઢતા 17 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ હતી. પોલીસે વરરાજા, વરરાજાના પિતા, ડીજે, ફોટોગ્રાફર, ઘોડા ચાલક સહિત 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

READ ALSO

Related posts

રાખજો સાવધાની! આરોગ્ય અધિકારીઓની નિષ્ક્રિયતાથી ફરસાણ રસિયાના આરોગ્ય સામે ખતરો, જાણો શું છે કારણ

pratikshah

59 વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક આવ્યો ગુરુ! હવે 107 વર્ષ પછી ફરી થશે આવી ઘટના, આટલા કિલોમીટર દૂર

Damini Patel

સરકારની દોડા દોડ! સરકારની નલ સે જલ યોજનાની કામગીરી ખોરવાઇ જતાં વાસ્મોને સોંપવાના છે પણ કર્મચારીઓ હડતાલ પર

pratikshah
GSTV