GSTV

ગાંધીનગરમાં દારૂની પાર્ટી માણતા અમદાવાદના 13 નબીરાઓ ઝડપાયા : 10 હતી યુવતીઓ , આ છે નામનું લિસ્ટ

દારૂ

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે ગાંધીનગર કોબા હાઈવે ઉપર આવેલા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં કેટલાક ઈસમો વિદેશી દારૂની મહેફીલ માણતાં હોવાની બાતમી અડાલજ પોલીસને મળી હતી. જે બાતમીના પગલે દરોડો પાડતાં અહીં 13 યુવાનો દારૂની મહેફીલ માણતાં ઝડપાઈ ગયા હતા. દસ જેટલી યુવતિઓ પણ આ પાર્ટીમાં હતી જો કે તેમણે દારૂનું સેવન કર્યું નહોતું.

પોલીસે 11 મોબાઇલ સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે અહીંથી વિદેશી દારૂની ખાલી બોટલો, નવ કાર, 11 મોબાઈલ ફોન મળી 40.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ તમામ નબીરાઓ સામે મહેફીલ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અમદાવાદથી બર્થડે પાર્ટી ઉજવવા માટે આ નબીરાઓ આ ફાર્મમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર હોવાના આક્ષેપો અવારનવાર થતાં રહયા છે ત્યારે પોલીસ દ્વારા દરોડા પાડીને દારૂબંધીનું પાલન કરાવવા માટે પ્રયત્નો પણ કરવામાં આવી રહયા છે. ગાંધીનગર જિલ્લામાં પ્રોહીબીશનની આ બદી અટકાવવા માટે પોલીસ બાતમીદારોને સક્રિય કરી રહી છે ત્યારે અડાલજ પોલીસ ઈન્સ્પેકટર ડી.એ.ચોધરીએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી દારૂ સંદર્ભેના કેસ કરવા તાકીદ કરી હતી.

13 નબીરાઓ સાથે 10 યુવતીઓ ઝડપાઇ

જેના અનુસંધાને અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અડાલજ કોબા રોડ ઉપર આવેલા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં કેટલાક ઈસમો દારૂની મહેફીલની મજા માણી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડતાં નબીરાઓ અને યુવતિઓ ઝૂમી રહયા હતા.

પોલીસે અહીંથી અમદાવાદના 13 જેટલા નબીરાઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. જયારે સાથે રહેલી 10 જેટલી યુવતિઓએ દારૂનું સેવન કર્યું નહોતું. પોલીસે આ સ્થળેથી દારૂની મહેફીલ માટે વપરાયેલી મોંઘી બ્રાન્ડની દારૂની ખાલી બોટલો, 11 મોબાઈલ ફોન અને નવ મોંઘીદાટ કાર મળી 40.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ નબીરાઓ અને યુવતિઓ સામે કોરોનાના આ કાળમાં મહેફીલ કરવા બદલ જાહેરનામાં ભંગનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ તમામ 13 નબીરાઓની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદમાં જ રહેતી યુવતિએ પોતાની બર્થડે પાર્ટી માટે પરિવાર અને મિત્રોને આમંત્રણ આપ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અડાલજ પોલીસે ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં પાડેલા દરોડામાં 13 નબીરાઓની સાથે તેમની પત્નિઓ પણ મળી આવી હતી. જો કે પોલીસે તપાસ કરતાં આ તમામ યુવતિઓએ દારૂનું સેવન નહીં કર્યું હોવાનું જણાયું હતું. જો કે આ તમામ સામે કોરોના મહામારીમાં પાર્ટી કરવા બદલ જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે ઝડપેલા દારૂડિયા નબીરાઓ

 • હિતેશ રમેશભાઈ જૈન બી-43, ઓરચીડ ગ્રીન, શાહીબાગ, અમદાવાદ
 • પ્રિન્સ લલિતકુમાર સાલેચા રહે. 16/1, ગીરધરનગર સોસાયટી, શાહીબાગ, અમદાવાદ
 • ભાવિન જયંતિલાલ જૈન રહે.303, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, શુભનગર સોસાયટી, શાહીબાગ, અમદાવાદ
 • રાહુલ દિનેશભાઈ મહેતા રહે.1002, આદેશ્વર ટાવર, શાહીબાગ, અમદાવાદ
 • અંકિત રમેશભાઈ જૈન રહે.બી-301, કેદાર ટાવર, શાહીબાગ, અમદાવાદ
 • શ્યામ નકુલ જૈન રહે.20, ચંદનગાલા, રામનગર, સાબરમતી
 • રોહન રમેશભાઈ જૈન રહે.4, રીટા પાર્ક, સુજાતા ફલેટની સામે, શાહીબાગ, અમદાવાદ
 • જીનેશ નરવીલલાલ જૈન રહે.એ-92, ઓરચીડ ગ્રીન, શાહીબાગ, અમદાવાદ
 • હર્ષ ભવંરલાલ શાહ રહે.બી-3, સોમ એપાર્ટ., શાહીબાગ, અમદાવાદ
 • આદિત્ય અરવિંદકુમાર જૈન રહે.એ-001, સગુન જયોતિષ એપાર્ટમેન્ટ, શ્યામલ ચાર રસ્તા, અમદાવાદ
 • ભાવેશ સુરેશભાઈ ભણસાલી રહે.જી-ર3, ઓરચીડ ગ્રીન શાહીબાગ, અમદાવાદ
 • વિમલ મહાવીર જૈન એ.601, અનમોલ ટાવર શાહીબાગ, અમદાવાદ
 • રોનક રાજેન્દ્રભાઈ શાહ રહે.એ-33, સે-3, સર્વપરી સોસાયટી, નિર્ણયનગર, ઘાટલોડીયા, અમદાવાદ

Read Also

Related posts

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana

ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, બે દિવસમાં અમદાવાદની આ હોસ્પિટલમાં ટ્રાયલ માટે આવશે કોરોના વેક્સિન

Nilesh Jethva

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!