GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

લોકડાઉનમાં દારૂ પાર્ટી! કોર્પોરેશન કર્મચારીની મહેફિલના રંગમાં પોલીસે પાડ્યો ભંગ

દારૂ

પાણીગેટ પોલીસ સ્ટેશનની સામે રહેતા કોર્પોરેશનના કર્મચારીના ઘરમાં લોકડાઉનની પરિસ્થિતિમાં ચાલતી દારૃની મહેફિલ પર વાડી પોલીસે રેઇડ પાડીને છ નશેબાજોને નશાની હાલતમાં ઝડપી પાડયા હતા. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાણીગેટ પોલીસ સ્ટેશનની સામે રહેતો સચિન શીતલભાઇ કહાર કોર્પોરેશનનો કાયમી કર્મચારી છે. સચિનના ઘરમાં દારૃ અનેજુગારની મહેફિલ ચાલતી હોવાની માહિતી વાડી પોલીસને મળી હતી. જેથી વાડી પોલીસે સચિનના ઘરમાં રેડ પાડતા ઘરમાં છ વ્યક્તિઓ દારૃ પીતા હતા.

(૧) સચિન કહાર (૨) નિલેષ રમણભાઇ કહાર (પાણીગેટ હરણખાનારોડ) (૩) કમલેશ અનિલભાઇ કહાર (રહે. પાણીગેટ કહાર મલોલ્લો) (૪) વિપુલ રાજુભાઇ કહાર (રહે. ઉકાજીનું વાડિયું વાઘોડિયારોડ) (૫) રજન પરેશભાઇ કહાર (રહે. પાણીગેટ રોડ અલવી એપાર્ટમેન્ટની બાજુમાં) (૬) અજય કનૈયાલાલ કહાર (રહે. દાંડિયાબજાર કાકાસાહેબનો ટેકરો) દારૃના નશામાં હોવાનું જાણવા મળ્યુ હતું. સ્થળ પરથી દારૃના ગ્લાસ અને દારૃની બોટલ પણ વાડી પોલીસે કબજે લીધા હતા.

લોકડાઉનની પરિસ્થિતિમાં જ્યારે લોકોને રોજિંદી જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં મુશ્કેલી હતી, ત્યારે કોર્પોરેશનના કર્મચારીએ જ પોતાના ઘરે દારૃની મહેફિલ યોજી હતી. જો કે દારૃની મહેફિલ કેમ યોજી તેનું કોઇ ચોક્કસ કારણ નશેબાજો પોલીસને જણાવતા નથી.

Read Also

Related posts

આ જિલ્લાઓમાં કોરોનાનો કહેર વધતા આવશ્યક વસ્તું સીવાય તમામ દુકાનો બંધ રાખવા કલેકટરનો આદેશ

Nilesh Jethva

ગુજરાતમાં પાવર ઓફ એટર્નીની નોંધણીમાં બદલાઈ ગયા છે નિયમો, ભૂલ કરી તો ભરાઈ જશો

Mansi Patel

અમદાવાદની આ સોસાયટીમાં એક સાથે 22 કેસ સામે આવતા હડકંપ, આખા એપાર્ટમેન્ટને કરાયું સીલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!