GSTV

રાજસ્થાનમાં ચાલી રહેલા આંદોલનને પગલે અરવલ્લી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

રાજસ્થાન રાજ્યમાં શિક્ષકની ભરતી બાબતે વિદ્યાર્થીઓ દ્વારા ચાલતા આંદોલનની સરહદી અરવલ્લી જીલ્લામાં ત્રણ દિવસથી ભારેલા અગ્નિ જેવી સ્થિતીનું નિર્માણ થવા પામ્યું છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા શામળાજી, ભિલોડા, ઇસરી, ઉન્ડવા સહિતના સરહદી વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસનું સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ હાથ ધરાયુ છે.

અનુસૂચિત જન જાતિના આગેવાનો સાથે જિલ્લા પોલીસ વડા બેઠકો યોજી રાજસ્થાનના આંદોલનની ગુજરાતના સરહદી વિસ્તારમાં અસર ન સર્જાય એ માટે બેઠકો યોજી રહ્યા છે. સાથે મોટી સંખ્યામાં વાહનનો અરવલ્લીના વિવિધ વિસ્તારોમાં ત્રણ દિવસથી વાહન ચાલકો રોકાઈ રહ્યા છે એમની પણ સુરક્ષા માટે પોલીસ પ્રયત્ન સીલ જોવા મળી રહી છે. ગુજરાતથી રતનપુર થઇ જતા નેશનલ હાઇવે રોડ નં.૮ નો ખેરવાડા રાજસ્થાન તરફ બંધ છે. અને ગુજરાત રાજ્યમાં જેમાં મુખ્યત્વે આ રાજસ્થાન રાજ્યની બોર્ડરને અડીને આવેલ વિસ્તારમાં કોઇ પ્રત્યાઘાત ન પડે તે સારૂં જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નજર રાખી રહ્યા છે.

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!