GSTV

પોલીસ પે ગ્રેડમાં સૌથી વધુ લડી લેવાના મૂડમાં એલ.આર.ડી જવાનો, ઇન્સ્ટાઅને ટેલિગ્રામ પર ચાલતા ગ્રેડ-પે ના ગ્રુપના હરિરામ નાઈ કોણ?

Last Updated on October 26, 2021 by pratik shah

આધુનિક પોલીસ પોતાની હકની લડાઈ લડવા માટે ઇન્સ્ટગ્રામ અને ટેલિગ્રામ પર સૌથી વધુ જોડાતા હતા, પરંતુ આ ટેલિગ્રામ ના આઈ.બી ના પોલીસ કર્મીઓ અને સ્પેશિયલ બ્રાન્ચન કર્મીઓ પણ જોડાતા સરકારની આંખ અને કાન બન્યા છે જેના કારણે આંદોલનકારીઓનું આંદોલનનો વેગ ધીમો પડી ગયો છે જેની ગંધ આંદોલનકારીઓને હજી સુધી આવી નથી આંદોલન પોલીસ પે ગ્રેડમાં સૌથી વધુ લડી લેવાના મૂડમાં એલ.આર.ડી જવાનો હોવાથી તેમને સીધી કે આડકતરી રીતે દબાણમાં લાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે રાજ્ય સરકાર સીધી રીતે નહિ પરંતુ આડકતરી રીતે જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને કામે લગાડી દેવામાં આવ્યા છે.

Gujarat Police

રાજ્યના મોટા ભાગના પી.આઈ જે રોલ કોલ મોટા ભાગે સાંજે લેતાં હતા તે રોલકોલ બપોરે જ લેવામાં આવ્યા, નાના કર્મચારીઓને શામ દામ દંડ અને ભેદ અપનાવીને દબાવવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે ત્યારે સુત્રોની વાત માનીએ તો ચાર કમિશનરેટ જિલ્લા માં આવતા તમામ પોલીસ સ્ટેશનોની અંદર આવતા પોલીસ સ્ટેશનોમાં 05 આંદોલનકારીઓની ટિમ બનવવાની વિચારણા શરૂ કરી દેવાઈ છ જિલ્લા લેવલે આ આંદોલન વધુ પ્રબળ ના બને તે માટે થઈને સમાજના આગેવાનોને કામગીરી સોંપવામાં આવી રહી છે સરકાર સીધી રીતે પોલીસની સામે બાથ ભીડવાના મૂડમાં નથી જેથી કરીને આ પ્રકારની કૂટનીતિ અપનાવી રહી છે.

રાજ્યના ગૃહ વિભાગ માટે એલ.આર.ડી આંદોલન બાદ હવે ગ્રેડ-પેનું આંદોલન માથાના દુખાવા સમાન બની ગયું છે, સૌથી વધારે જી.પી પોલીસ ખાતામાં કપાવતા હોવાનો સિલસિલો અગાઉથી ચાલી આવતો હતો. જેથી કરીને રાજ્ય સરકારના નાણાં વિભાગે ગ્રેડ-પે માં વધારો કર્યો નથી જેનો સીધો ગેરલાભ પ્રજાની સેવામાં રાત દીવસ ખડેપગે કામ કરનાર આ પોલીસ જવાનોને વેઠવાનો વારો આવ્યો છે

પોલીસની ભરતીઓ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે પરંતુ જે જવાનો નોકરી મળ્યા બાદ પોલીસ કવોટર મળવામાં વલખા મારવા પડે છે જેના લીધે ઊંચા ભાડા ચૂકવીને ઘર ભાડે લેવાનો વારો આવે છે.અને બહારના જિલ્લામાંથી આવતી પોલીસને અપડાઉન કરવું પડે ત્યારે ટ્રાન્સપોટેશનનું મોટું ભાડું ચૂકવવુ પડતું હોય છે શિસ્તના નામે ઉપરી અધિકારીઓ ખાતાકીય કાર્યવાહી કરવાની ચીમકીઓ આપતા હોય છે શિસ્તભંગની સજા પણ ફાટકરતા હોય છે જેના લીધે મોટા ભાગના પોલીસ કર્મીઓ અનેક રોગોમાં વહેલા મોડા સપડાઈ જાય છે. બીજી તરફ હવે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જરૂરિયાત મંદ પોલીસના ઘરે આનંદના દિવા જળહલશે અને સરકાર તેઓના માટે ક્યારે સંવેદનશીલતા ઝળવે છે.કોરોના કાળમાં પોલીસની કાર્યવાહીને સમગ્ર સમાજે બિરદાવી હતી ત્યારે હવે ગ્રેડ-પે ના મુદ્દા અને મંગણીઓને યોગ્ય ન્યાય મળે તો કદાચ આ કોરોના વોરિયર્સને સાચું સન્માન મળ્યું હોય તેમ કહેવાશે…

READ ALSO

Related posts

યુનિયન બેન્ક છેતરપિંડી મામલો/ CBIની ટીમે રાજકોટ-ઉપલેટામાં પાડ્યા દરોડા, સર્ચમાં હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો

Pritesh Mehta

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!