પોલીસના ગ્રેડ-પેને લઈને ચાલતા આંદોલનમાં ગાંધીનગર ખાતે પોલીસ પરિવારના સભ્યોને ગત રાત્રે જ પોલીસે હટાવી દીધા હતાં. મહત્વનું છે કે, ગત મોડી રાત્રે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા હતાં. જ્યાં તેઓએ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારના લોકોને ત્યાંથી હટાવી દીધા હતાં. આંદોલન કરનારા પોલીસકર્મીના પરિવારજનોને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ત્યાંથી હટાવી દીધા હતાં. જેનો Exclusive વીડિયો GSTV પાસે છે. આમ, સત્યાગ્રહ છાવણી ખાતે ચાલતા પોલીસ પરિવારના આંદોલનને ગાંધીનગર પોલીસે જ તોડી પાડ્યું હતું.

પોલીસ પરિવારના ધરણાસ્થળે આજ સવારથી જ ચુસ્ત પોલીસનો કાફલો ગોઠવી દેવાયો
ગુજરાત પોલીસ ગ્રેડ પેને લઈને ચાલતા આંદોલનમાં ગાંધીનગર ખાતે પોલીસ પરિવારના ધરણાસ્થળે આજ સવારથી જ ચુસ્ત પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે. સત્યાગ્રહ છાવણી ખાતે ચાલતા પોલીસ પરિવારના ધરણા સ્થળના મંડપના પાયા પણ ખોદી નાખવામાં આવ્યાં છે. બીજી તરફ અમદાવાદથી પણ પોલીસની ટીમો ગાંધીનગર બોલાવી લેવાઇ છે. સવારથી જ સત્યાગ્રહ છાવણી ખાતે જ પોલીસકર્મીઓનો ભારે કાફલો જોવા મળી રહ્યો છે.
READ ALSO :
- IPL 2022/ ડેવિડ મિલરે માંગી માફી, રાજસ્થાને તગડા જવાબમાં કહ્યુ-‘દુશમનના કરે દોસ્તને વો કામ કિયા હે’
- સૈન્યની મળી મોટી સફળતા / બારામુલામાં સુરક્ષાદળોએ અથડામણમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓને માર્યા ઠાર, એક જવાન શહીદ
- બેરોજગારી મુદ્દે યુથ કોંગ્રેસનો દેખાવ, રોજગાર કચેરીનો ધેરાવ કરવાની સાથે સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા
- યાસીન મલિકની સજાના ચુકાદાના પગલે કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા, NIAની ફાંસીની માંગ
- Loan Tips: માઇક્રોફાઇનાન્સ પ્લેટફોર્મ દ્વારા ઉધાર લઈ રહ્યા છો? તો આ 5 વાતની જાણકારીથી મળશે સરળતાથી લોન