GSTV

ખાખી વર્દીમાં કોરોનાનો કહેર: વધુ એક પોલીસકર્મીનું થયું મોત, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ

Last Updated on May 24, 2020 by pratik shah

અમદાવાદમાં કોરોનાનવો કહેર વધ્યો છે, આ મહામારીનો ભોગ પોલીસ કર્મચારીઓ પણ બની રહ્યા છે. ત્યારે શહેરમાંથી ચોંકાવાનારા સામાચાર સામે આવ્યા છે જેમાં આ જીવલેણ વાયરસે વધુ એક પોલીસકર્મીનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ગીરીશભાઈ બારોટ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

કોરોનાના કારણે વધુ એક પોલીસકર્મીનું મોત

  • અમદાવાદઃ કોરોનાના કારણે વધુ એક પોલીસકર્મીનું મોત
  • કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીનું મોત
  • એએસઆઈ ગીરીશ બારોટ ચાર દિવસ અગાઉ થયા હતા કોરોના સંક્રમિત
  • કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના અગાઉ પણ એક પોલીસકર્મીનું નિપજ્યું હતું મોત
  • અમદાવાદ પોલીસમાં કોરોના સંક્રમિતથી કુલ ત્રણ પોલીસકર્મીઓના મોત

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના અગાઉ પણ એક પોલીસકર્મીનું નિપજ્યું હતું મોત

જ્યારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ છે. ન્યુમોનિયાની બિમારી હોવાથી તેઓ ઘરે જ હતા. કોરોના સંક્રમિત થતા તેઓની સારવાર થઈ હતી.જેના કારણે તેઓનું મોત થયુ છે. થોડા દિવસ અગાઉ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના જ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈનું પણ કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યુ હતુ.અમદાવાદ પોલીસમાં કોરોનાના કારણે કુલ ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે.

READ ALSO

Related posts

સસ્તા થશે પેટ્રોલ-ડીઝલ! નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આજે બેઠક, લેવાઇ શકે છે મોટો નિર્ણય

Bansari

પીએમ મોદીનો આજે 71મો જન્મદિવસ: યોગી-શાહ-રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા, દેશભરમાં આ ખાસ અંદાજમાં ઉજવણી

Bansari

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજુ 81 રસ્તાઓ બંધ, જતાં પહેલાં આ રૂટ્સ પર નાંખી લો નજર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!