GSTV

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Last Updated on October 26, 2021 by Pritesh Mehta

ગુજરાત પોલીસના કર્મચારીઓ ગ્રેડ પેને લિને આંદોલન કરી રહ્યા છે. જેમાં પોલીસ પરિવારના સભ્યો પણ સમર્થનમાં ઉતરીને થાળી વગાડીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવાર સાથે બેઠક કરી. સ્વર્ણિમ સંકુલ ખાતે ગૃહ રાજ્ય મંત્રીની ઓફિસમાં પોલીસ પરિવાર સાથે કરાયેલી મીટીંગમાં આઇજી ઉપરાંત જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા હતા.

  • ગૃહરાજ્યમંત્રીની પોલીસ પરિવાર સાથે બેઠક
  • ગ્રેડ પે મુદ્દે કમિટીની રચના કરવામાં આવશે
  • કમિટીની રચના નહીં થાય ત્યાં સુધી આંદોલન
  • તમામ મુદ્દે કમિટીની રચના બાદ નિરાકરણ
  • કમિટી બનાવીને મુદ્દાઓના નિકાલની બાંહેધરી
  • પરિવારની મહિલાઓ સમિતિમાં હાજર રહેશે
  • સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચાલુ રહેશે

આ બેઠકમાં  ગ્રેડ પે મામલે ગૃહમંત્રી સાથે ચર્ચા થઈ. જેમાં પોલીસકર્મીએ મીડિયાકર્મી સાથે ચર્ચા કરતા કહ્યું કે  અમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયા નથી, આમરી કોઈ ખોટી માગણી નથી.ગૃહમંત્રીએ શાંતિ સાંભળ્યા છે. અને અમને બાંહેધરી આપી ગૃહમંત્રી ગ્રેડ પે મામલે કમિટિ બનાવવાનો નિર્ણય કરાયો છે.

મહત્વનું છે કે આ બેઠકમાં  6 મુદાઓ પર ચર્ચા કરાઇ છે. જેમાં ગ્રેડ પે, SRP સ્થાયી કરવાનો, લોકરક્ષકના 5 વર્ષ સળંગ ગણવા,  યુનિયન બનાવવું, તેમજ રજા પગાર સહિતના મુદ્દે ચર્ચાઓ થઇ. આ સાથે પોલીસકર્મીઓએ કહ્યું કે કમિટિ રચના બાદ નિર્ણય થશે. અમે પાણીમાં નથી બેઠા. આ સાથે સ્પષ્ટતા કરી કે કોઈ અધિકારીઓ શિક્ષાત્મક પગલાં લેવાની ધમકી આપી નથી. અગાઉની સરકારમાં રજુઆત કરી હતી પણ ઉકેલ ન આવતા નવી સરકાર માં રજુઆત કરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારો સાથે બેઠક કરી હતી. જેમાં ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરવાની બાંહેધરી આપવામાં આવી છે. જોકે, પોલીસ પરિવારે નીર્ધાર વ્યક્ત કર્યો હતો કે જ્યાં સુધી કમિટીની રચના કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તમામ મુદ્દાઓ પર કમિટીની રચના બાદ જ નિરાકરણ આવશે. તો ગૃહ રાજ્યમંત્રીએ બાંહેધરી આપી છે કે કમિટીની રચના કરીને તમામ મુદ્દાઓનો નિકાલ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave

અરેરે ! ખરેખર આવી ગયો છે કળિયુગ, પતિ છે પ્લમ્બર અને પત્ની ભાગે છે પાણીથી દૂર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!