GSTV
Home » News » પોલીસ અને હોસ્પિટલ વચ્ચે સંકલનનો અભાવ, હોસ્પિટલે રજા આપી તો પોલીસને લાગ્યું PSI ફરાર થઈ ગયા

પોલીસ અને હોસ્પિટલ વચ્ચે સંકલનનો અભાવ, હોસ્પિટલે રજા આપી તો પોલીસને લાગ્યું PSI ફરાર થઈ ગયા

વડોદરાના તરસાલી વિસ્તારમાં પીએસઆઈના ફાયરિંગ મામલે નવો ખુલાસો થયો છે. આરોપી પીએસઆઈ શક્તિસિંહ ચૂડાસમાને ગુરુવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપી હોવાનું બહાર આવ્યું. પીએસઆઈ શક્તિસિંહ હોસ્પિટલમાંથી ફરાર થવા મુદ્દે નવો ખુલાસો એ થયો છે કે તેમની સામે ફરિયાદ થયાના કલાક બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધો.

હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે પીએસઆઈ શક્તિસિંહને રજા અપાઈ હતી. ત્યારે પોલીસતંત્ર અને હોસ્પિટલ તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. હોસ્પિટલે છબરડો કર્યો. આરોપી પીએસઆઈ શક્તિસિંહ પોલીસ પડકથી દૂર થઈ ગયા. શક્તિસિંહને હોસ્પિટલમાંથી રજા અપાઈ ત્યારે ત્યાં બંદોબસ્તમાં રહેલી રાવપરા પોલીસ ક્યાં હતી તે પણ મોટો સવાલ છે. રાવપુરા પોલીસે મકરપુરા પોલીસ સાથે સંકલન ન કર્યું. વડોદરા પોલીસતંત્રમાં કેવી લોલંલોલ ચાલે છે તેનો આ દાખલો છે.

સોમવારે તરસાલી વિસ્તારમાં સોમવારે રાત્રે સિવિલ ડ્રેસમાં આવીને ખાખીનો રોફ જમાવીને પીએસઆઈ શક્તિસિંહે એક સુમિત પ્રજાપતિ નામના ગલ્લાવાળા સાથે બોલાચાલી કરી હતી. અને મામલો ઉગ્ર બનતાં પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી સુમિત પ્રજાપતિ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ત્યારે આસપાસના લોકો ભેગા થઈ જતાં પીએસઆઈ બાઈક ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ગલ્લાવાળાને હોસ્પિટલ ખસેડાયો હતો. તો પીએસઆઈ શક્તિસિંહ પણ પોતે ઘાયલ થયા હોવાના બહાને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. મહત્વનું છે કે સુમિત પ્રજાપતિ ભાજપનો કાર્યકર છે.

READ ALSO

Related posts

Twitter જણાવશે આખરે કેમ દેખાય છે This Tweet is unavailableનો મેસેજ

Mansi Patel

ભાજપની પાર્ટી તો ચોરોની પાર્ટી છે : મમતા બેનર્જી

Mayur

ભાજપના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રામ ગર્ગનું નિધન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!