GSTV
Home » News » અહીં માર્કેટમાં વેચાતા સફરજનમાંથી નીકળ્યું એવું કે પોલીસ થઈ ગઈ દોડતી

અહીં માર્કેટમાં વેચાતા સફરજનમાંથી નીકળ્યું એવું કે પોલીસ થઈ ગઈ દોડતી

ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વાલ્સ પોલીસ એક મહિલાના તે દાવાની તપાસમાં લાગી છે, જેમાં મહિલાએ કહ્યું છે કે, સફરજનની અંદરથી સોય મળી છે. તેણીએ આ ફળ સિડનીના નોર્થવેસ્ટમાં સ્થિત વુલવોર્થ્સમાંથી ખરીદ્યુ છે. મીડિયા અહેવાલ અનુસાર, ધ પાંડ્સ સ્થિત સુપર માર્કેટથી તેણે છ સફરજનનું એક પેકેટ ખરીદ્યુ હતું. મંગળવારે સવારે જ્યારે મહિલા પોતાની દીકરીને લંચમાં આપવા માટે સફરજનની છાલ ઉતારી રહી હતી, ત્યારે તેને આ ટુકડો મળ્યો.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સ્ટ્રોબેરીના પિનેટમાં સોય મળ્યા બાદ બેરીલાઈશસ, ડોનીબ્રુક અને બેરી ઑબ્સેશન સહિત ઘણી બ્રાન્ડને ઘણું નુકસાન થયુ હતું. આ સ્ટ્રોબેરી ક્વીંસલેન્ડમાંથી આવ્યા હતાં. આ ઘટના બાદ ખેતરમાં તૈયાર થતાં ફળને નષ્ટ કરવા માટે મજબૂર કરવામા આવ્યુ હતું. હવે ફરી એક વખત સફરજનમાં સોય મળ્યા બાદ સામાન્ય લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે.

આ મામલાની તપાસ કરી રહેલા અધિકારી ડૈની ડૉર્હેટીએ કહ્યું કે, ખાદ્ય પ્રદૂષણની અન્ય ઘટનાઓ હવે આખા રાજ્યમાં રિપોર્ટ કરાઈ રહી છે. પરંતુ રાષ્ટ્રીય લેવલે આ સંખ્યા  ખૂબ જ ઓછી છે. પોલીસે સફરજનના કેસને એક અલગ ઘટનાના રૂપમાં માનવાનો ઈનકાર કરી દીધો હતો. આ ઘટનાને લઈને હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. પરંતુ પોલીસનું કહેવુ છે કે આ ઘટનામાં સંડોવાયેલા બધા આરોપીઓને સજા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ફળની અંદર હાનિકારક વસ્તુ મળવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. સ્ટ્રોબેરીમાંથી સોય નિકળવાની ઘટના પર્થ અને ન્યુઝીલેન્ડમાં પણ થઈ હતી. હોબાળો મચ્યા બાદ ન્યૂઝીલેન્ડમાં એક જાણીતા ફૂડ ડિસ્ટ્રીબ્યુટર કંપનીએ બજારમાંથી પોતાના ફળ પાછા લેવા પડ્યા હતાં.

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!